Man's Genital Stung By Stingray While Swimming In China
  • Home
  • World
  • પાણીમાં તરતા યુવકના ગુપ્તાંગ પર ચોંટી ગઈ માછલી અને પછી થયું જોવા જેવું

પાણીમાં તરતા યુવકના ગુપ્તાંગ પર ચોંટી ગઈ માછલી અને પછી થયું જોવા જેવું

 | 4:22 pm IST

ચીનમાં એક યુવકને દરિયામાં સ્વિમિંગ કરવાનું ભારે પડી ગયું. સ્વિમિંગ કરવાના ચક્કરમાં યુવકે સખત પીડાની સાથો સાથ ક્ષોભજનક સ્થિતિમાં પણ મુકાવવું પડ્યું. પાણીમાં એક માછલી યુવકના ગુપ્તાંગ સાથે આવીને ચોંટી ગઈ હતી.

યુવક ભારે દર્દથી પીડાવવા લાગ્યો. સાન્યાના હૈનાન રિસોર્ટ સિટી બીચ પર રહેલા લોકોએ યુવકની મદદ કરવાનો પ્રયાસ કર્યો. દર્દથી કણસી રહેલા યુવકની ચારેક બાજુ લોકો વિંટળાઈ તો ગયા પણ તેની મદદ કઈ રીતે કરવી તે કોઈને સમજતુ નહોતું. કેટલાકે યુવકનો વીડિયો બનાવી લીધો હતો. જે જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

સ્ટિનગ્રે માછલીને ચીનના આ વિસ્તારમાં શૈતાની માછલી તરીકે ઓળખવામાં આવે છે. આ માછલી રેતની નીચે દબાયેલી રહેતી હોવાનું કહેવાય છે. આ માછલીએ યુવક પર હુમલો એવા સમયે કર્યો જ્યારે તે પાણીમાં તરી રહ્યો હતો. માછલી ચોંટી જવાના કારણે યુવકના ગુપ્તાંગમાં ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતા પેરામેડિક્સ અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ યુવકની આ વિચિત્ર હાલતમાં તેની મદદ કરવાના પુરતા સાધનો બંનેમાંથી એકેય ટીમ પાસે નહોતા. જોકે મહામહેનતે કાતર અને અન્ય કેટલાક શસ્ત્રક્રિયાના સાધનો વડે માછલીને યુવકના ગુપ્તાંગથી અલગ કરવામાં આવી હતી.