દરેક સમસ્યાનો તોડ છે આ ચમત્કારી મંત્ર, તમે પણ કરી લો કંઠસ્થ - Sandesh
  • Home
  • Astrology
  • દરેક સમસ્યાનો તોડ છે આ ચમત્કારી મંત્ર, તમે પણ કરી લો કંઠસ્થ

દરેક સમસ્યાનો તોડ છે આ ચમત્કારી મંત્ર, તમે પણ કરી લો કંઠસ્થ

 | 12:47 pm IST

આજના જીવનમાં દરેક વ્યક્તિ અલગ અલગ સમસ્યાઓથી ગ્રસિત જોવા મળે છે. પરંતુ ઘણીવાર જીવનમાં તકલીફો એટલી વધી જાય છે કે તેમાંથી રસ્તો શું કાઢવો તે પણ સમજાતું નથી. આવા સમયે વ્યક્તિનો ઝુકાવ ધર્મ તરફ વધે છે. દરેક પ્રયત્ન કરી થાકેલી વ્યક્તિ આવી સ્થિતીમાં ભગવાનને શરણે થઈ જાય છે.

જીવનમાં ઝંઝાવાત સર્જી દે તેવી સમસ્યાઓમાં જ્યારે તમને ઘેરી વળે ત્યારે ચંડીપાઠનો આ મંત્ર તેમાથી તમને ઉગારશે. આ મંત્ર મનના ભયને દૂર કરી દે છે અને સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાનો માર્ગ દેખાડે છે. આ મંત્રના જાપથી ચમત્કારી પરિણામ વ્યક્તિને જોવા મળે છે. આ મંત્રનો જાપ મંદિરમાં ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને 108 વખત રોજ કરવો. ખાસ ધ્યાન રાખવું કે મંત્રના દરેક શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કરવું. આ મંત્રના પ્રભાવથી કોઈપણ પ્રકારની બાધા દૂર થઈ જાય છે.

મંત્ર
ૐ સર્વબાધા પ્રશમનં ત્રૈલોક્યસ્યાઙખિલેશ્વરી
એવમેવ ત્વયાકાર્ય મસ્મદ્વૈરિવિનાશનમ્