NIFTY 9,416.30 +55.75  |  SENSEX 30,474.88 +173.24  |  USD 64.5050 -0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • વિચાર શુદ્ધિ કરવા રોજ કરો આ મંત્રનો જાપ, જાણી લો મહત્વની વાતો

વિચાર શુદ્ધિ કરવા રોજ કરો આ મંત્રનો જાપ, જાણી લો મહત્વની વાતો

 | 3:44 pm IST

ઘણા એવા લોકો હોય છે જેઓ, મંત્ર કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ મંત્રની લંબાઈ અને તેના ઉચ્ચારણને કારણે તે કરવામાં સક્ષમતા દાખવી શકતા નથી! એટલે જ, દરેકના હીતને ધ્યાનમાં રાખી, શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતાઓના મંત્ર ‘બીજમંત્ર’ સ્વરૂપે રચના થયેલી છે. ‘ૐ’કાર એ મહાબીજ છે અને તે બધા જ સંયુક્ત શબ્દનું મૂળ છે. દરેક દેવીદેવતાના સ્વરૂપને આધારે તેઓના બીજોનું નિર્માણ થાય છે અને તેમાંથી ‘બીજમંત્ર’ બને છે. બીજમંત્રમાં અપાર શક્તિનો વાસ રહેલો હોય છે. જો સાધક એકાગ્રચિત્તે, શુદ્ધભાવે તેનું રટણ કરીને તેને સિદ્ધ કરી લે તો જીવનની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે.

આજે, આપણે એક એવા બીજમંત્ર વિશે જાણીએ જેને કરવાથી મનુષ્યનું આખું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે અને તે બીજમંત્ર છે “ર્હ્રીં”. હ+રી+મ્ = ર્હ્રીં. આ બીજને માયાબીજ કહેવાય છે. જગત જનની માતા ભુવનેશ્વરીનું બીજ “ર્હ્રીં” છે તથા માતા મહાલક્ષ્મીનું બીજ પણ “ર્હ્રીં.” છે. એટલે જ, તે અત્યંત પ્રભાવશાળી છે. એટલે જ, તેના ઉચ્ચારણથી લાગણીઓ તથા ઊર્મિઓ ઉપર કાબૂ આવે છે. હૃદય શુદ્ધ થાય છે અને બાહ્ય સંજોગો તરફના પ્રત્યાઘાતો-રિએક્શન સમતુલનવાળા રહે છે. અત્યારના સમયમાં આ મંત્ર પ્રત્યેક માટે લાભદાયી નીવડી શકે છે. આ મંત્રથી જીવનનો અંધકાર પ્રકાશમાં ફેરવાય છે અને સાથે સાથે મન તથા મગજ પણ સ્વસ્થ થઈ જાય છે.

મહાલક્ષ્મી એ ઐશ્વર્ય દેનારી દેવીશક્તિ છે અને “ર્હ્રીં.” એ તેમનું બીજ છે અને તેનું મંદિર હૃદયમાં છે. એટલે આ બીજમંત્ર કરવાથી તેમની કૃપા સદૈવ રહે છે, જીવનમાં ભૌતિક સુખ-સાધનોની કમી ક્યારેય રહેતી નથી. ઉત્તરોત્તર ધનધાન્ય, રિદ્ધિ અને સિદ્ધિમાં વધારો થાય છે. “ર્હ્રીં.” મંત્ર કરવાથી બુદ્ધિમાં તો સુધારો થાય છે પણ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. સાંસારિક જીવન માટે આ શ્રેષ્ઠ બીજમંત્ર છે તેને કરવાથી જીવનના બધા જ કષ્ટોનું હરણ થઈ જાય છે. આ બીજમંત્રના આપણે પોતે નક્કી કરેલી સંખ્યામાં જપ કરવા.

1