આ મંત્રોનો નિયમાનુસાર કરશો જાપ તો વધશે આત્મબળ અને પૂરી થશે મનની ઈચ્છા - Sandesh
  • Home
  • Astrology
  • આ મંત્રોનો નિયમાનુસાર કરશો જાપ તો વધશે આત્મબળ અને પૂરી થશે મનની ઈચ્છા

આ મંત્રોનો નિયમાનુસાર કરશો જાપ તો વધશે આત્મબળ અને પૂરી થશે મનની ઈચ્છા

 | 3:30 pm IST

શાસ્ત્રો અને વેદોમાં મંત્રોનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. આ મંત્રોમાંથી કેટલાક અત્યંત ચમત્કારી હોય છે. ભારતની પ્રાચીન 14 વિદ્યાઓમાંથી એક મંત્ર વિદ્યા પણ છે. મંત્રો પણ પૂજા કે ધ્યાન જેટલા જ અસરકારક હોય છે. તેમનો સીધો સંબંધ શરીર વિજ્ઞાન સાથે છે. મુખથી બોલાયેલા શબ્દોના પ્રયોગ સ્વર અને વ્યંજનની અસર શરીરના મર્મ સ્થાન પર સૌથી વધારે થાય છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ શબ્દ બોલીએ છીએ ત્યારે શરીરના આ સ્થાન પર સ્પંદન થાય છે. એટલા માટે જ તો કેટલાક મંત્રોની શક્તિથી શરીરમાંથી રોગ, નિરાશા અને શોક દૂર થઈ જાય છે. આજે આવા જ ચમત્કારી મંત્રો વિશે જાણકારી મેળવો જેનો નિયમિત જાપ કરવાથી જીવનની દશા બદલી શકે છે.

મંત્ર
पुनन्तु विश्वभूतानि जातवेदः पुनीहि मा।

આ મંત્રનો જાપ સવારના સમયે કરવો. જાપ કરતી વખતે મુખ પૂર્વ દિશા તરફ રાખવું અને આ મંત્રની એક માળા નિયમિત રીતે 7 દિવસ સુધી કરવી. આ મંત્રનો જાપ કરવાથી મન એકાગ્રચિત થાય છે. ચંચળ મનના લોકો આ મંત્રનો જાપ નિયમિત કરે તો તેમને લાભ થાય છે. તેઓ મનને નિયંત્રણમાં રાખવામાં સફળ થઈ શકે છે.

મંત્ર
यानि कानि च पापानि, जन्मान्तोर कृ‍तानि च,
तानि सर्वाणि नश्यिन्तुा, प्रदक्षिणा पदे पदे।

સૂર્યોદય પહેલા સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડા ધારણ કરી અને સાફ આસન પર બેસી અને નિસ્વાર્થ ભાવથી આ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. જાતકના ઘરમાં આર્થિક સમસ્યા હોય કે કંકાશ તે પણ શાંત થાય છે. મંત્રના જાપથી જીવનમાં શાંતિ છવાયેલી રહે છે.

મંત્ર
दासोहमिति मां ज्ञात्वा क्षम्यतां परमेश्वर

આ મંત્રનો જાપ સવારે તેમજ સાંજે કરવો. બંને સમયે સ્નાન કરી 100 વખત મંત્રજાપ કરવો જોઈએ. આ મંત્ર તેમના માટે સૌથી વધારે ફાયદાકારક છે જેમને કોઈ વસ્તુનું વ્યસન છોડવું હોય. આ મંત્ર જાપથી આત્મવિશ્વાસ વધે છે અને કરેલા નિશ્ચય પર વ્યક્તિ અડગ રહે છે.

મંત્ર
धरणी गर्भ सम्भूतम् विद्युत कान्ति समप्रभम्।
कुमारं शक्ति हस्तं तं मंगलं प्रणमाम्यहम्।।

આ મંત્રનો જાપ મંગળવારે સંધ્યાસમયે જ કરવો જોઈએ. મંગળવારથી શરૂ કરી ત્રણ દિવસ રોજ 1 માળા કરવી. મંત્ર જાપ માટે તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરવો. આ મંત્ર જાપ કુંડળીના મંગળ ગ્રહ સંબંધિત દોષ દૂર કરે છે. જે યુવક યુવતીની કુંડળીમાં મંગળનો દોષ હોય અને લગ્નમાં બાધા આવતી હોય તો તેમણે આ પ્રયોગ કરવો જોઈએ. લાભ ઝડપથી થશે.