રાત્રે કરશો આ મંત્રનો જાપ તો રાત્રે નહીં સતાવે દુ:સ્વપ્ન - Sandesh
  • Home
  • Astrology
  • રાત્રે કરશો આ મંત્રનો જાપ તો રાત્રે નહીં સતાવે દુ:સ્વપ્ન

રાત્રે કરશો આ મંત્રનો જાપ તો રાત્રે નહીં સતાવે દુ:સ્વપ્ન

 | 1:13 pm IST

ઘણા લોકો એવા હોય છે જેને વારંવાર ખરાબ સપના આવતાં હોય છે. એવા સપના જેમાં તેમને ભયંકર સ્થિતીનો સામનો કરવો પડે કે પછી મૃત્યુ થયું હોવાનું સ્વપ્ન, આવા સપના વ્યક્તિને બેચેન કરી દે છે. વળી વારંવાર ખરાબ સપના જેને આવે છે તેની માનસિકતા પણ નબળી પડી જાય છે. આ સમસ્યાના ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવામાં આવ્યા છે, આ ઉપાય કરવાથી ઊંઘ ઉડાડી દેતાં ભયંકર સપના તમને સતાવશે નહીં.

સૌથી પહેલાં તો વ્યક્તિ પોતાના નકારાત્મક વિચારોને દૂર કરી મનમાં સકારાત્મકતા વધારવી જોઈએ. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. સૂતા પહેલાં શક્ય હોય તો સ્નાન પણ કરી લેવું અન્યથા હાથ-પગ સ્વચ્છ કરી અને હનુમાન ચાલીસા કરવી. આ ઉપાય કરવા પછી પણ જો ખરાબ સપના આવતાં રહે તો નીચે દર્શાવેલા બે મંત્રોમાંથી કોઈપણ એકનો 108 વખત જાપ કર્યા પછી સૂવાની આદત પાડવી. આ મંત્ર અચૂક હોવાથી તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ જશે.

  • ऊं दूं दुर्गाय रक्षाणि स्वाहा।।
  • अद्यानो नो देव सवित: प्रजावत्सवी: सौभाग्यम। परा दु: स्वप्न्यं सुव।।

આ મંત્રનો અર્થ થાય છે કે હે, “માતા સવિતા મને સન્તતિ પુનીત ઐશ્વર્ય દે અને દુ:સ્વપ્ન, ચિંતા અને દરિદ્રતામાંથી મુક્ત કર”