જાતે બનાવો રંગબેરંગી કાચબો - Sandesh
  • Home
  • Kids Corner
  • જાતે બનાવો રંગબેરંગી કાચબો

જાતે બનાવો રંગબેરંગી કાચબો

 | 12:44 am IST

તમને તો મજા પડી ગઈ હશે. એક તો નવરાત્રિને પાછું વેકેશન પણ એક બાજુ દુઃખ પણ થતું હશે કે હવે તમારું મીની વેકેશન સમાપ્ત થશે અને પરીક્ષા આવશે. પણ ચિંતા શું હમણાં તો દિવાળી વેકેશન પણ આવી જશે. પણ આ બધાની વચ્ચે તમને જો કંટાળો આવતો હોય તો મારી પાસે સરસ મજાનો આઇડિયા છે. જેમાં તમને મજા પણ આવશે અને કંઇક નવું શીખવા પણ મળશે. આજે આપણે બનાવીશું પેપર પ્લેટમાંથી રંગબેરંગી કાચબો. કાચબો બનાવવા માટે જોઈશે એક પેપર પ્લેટ, રંગીન કાગળના ટુકડાં, ગુંદર, કાતર, સ્કેચપેન. સૌ પ્રથમ રંગીન કાગળના નાના ટુકડાં કરો. ત્યારબાદ એક નાની પેપર પ્લેટ લો. ગુંદરની મદદથી તે રંગીન કાગળનાં ટુકડાને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પેપર પ્લેટ પર ચોંટાડો. જો તમારી પાસે રંગીન કાગળ ના હોય તો તમે પેપર પ્લેટ પર તમારા મનગમતા રંગ કરી શકો છો. ત્યારબાદ બીજો એક કાગળ લઈ તેના પર લીલો રંગ કરો. તે કાગળને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કાતરની મદદથી કાચબાના પગના આકારમાં કાગળને કાપો તેમજ તે રીતે તેના મોઢાના ભાગને અને પૂંછડીના ભાગને કાપો. હવે કાચબાના પગને પ્લેટની બંને બાજુ ચોંટાડો અને કાચબાની પૂંછડીને અને તેના મોઢાને પણ એજ રીતે ચોંટાડો. હવે કાચબાના મોઢાના ભાગ પર આંખોના ભાગે સફેદ રંગના બોટલ કલરથી બે મધ્યમ આકારના ટપકાં કરો. ત્યારબાદ તેની પર જ કાળા રંગનું નાનું ટપકું કરો. આમ કાચબાની આંખો તૈયાર કરો. હવે સ્કેચપેનની મદદથી કાચબાના આંખોની થોડી નીચે બે નાના ટપકાં કરો અને તેની નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્માઇલી ફેસ બનાવો. તૈયાર છે તમારો રંગબેરંગી કાચબો.