મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઠપ : કંપનીઓએ પ્લાન્ટ બંધ કર્યા - Sandesh
  • Home
  • India
  • મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઠપ : કંપનીઓએ પ્લાન્ટ બંધ કર્યા

મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઠપ : કંપનીઓએ પ્લાન્ટ બંધ કર્યા

 | 1:46 am IST

। નવી દિલ્હી ।

કોરોનાએ મચાવેલા હાહાકારને કારણે સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન કામગીરી સદંતર ઠપ થઈ ગઈ હતી. વધુને વધુ કારખાનાઓ બંધ થયા હતા. લેબરની અછત અને ઉત્પાદન સામગ્રીને કારણે કંપનીઓએ ઉત્પાદન કાર્ય ચાલુ રાખવામાં મુશ્કેલી અનુભવવી પડી હતી. દેશભરમાં લોકડાઉનને કારણે ઉત્પાદિત માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ લોકોને તકલીફ પડતી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમામી ગ્રૂપ દ્વારા નોર્થ અને સાઉથ ઇન્ડિયામાં ખાદ્ય તેલનું ઉત્પાદન અને વિતરણ કરાય છે તેને રાજસ્થાન અને આંધ્રપ્રદેશનો પ્લાન્ટ બંધ કરવા કહેવાયું છે.

આદિત્ય બિરલા ગ્રૂપે ગ્રાસિમ અને અલ્ટ્રાટેકનાં પ્લાન્ટ પણ બંધ કર્યા

આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા હિન્દાલ્કોમાં એલ્યુમિનિયમ અને કોપરનાં ઉત્પાદનમાં કામકાજ અટવાયું હતું. ઓછામાં ઓછા સ્ટાફ સાથે કંપનીએ કામગીરી ચાલુ રાખી હતી. હિન્દાલ્કોની અમેરિકાના પેટા કંપની નોવેલિસમાં કામગારી આંશિક ઠપ થઈ ગઈ હતી. આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા ગ્રાસિમ અને અલ્ટ્રાટેકનાં પ્લાન્ટ પણ બંધ રહ્યા હતા. જિન્દાલ સ્ટેઇનલેસ સ્ટીલ દ્વારા તેનાં જયપુર, ઓડિશાનાં કારખાનાં બંધ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;