મકાઈમાં  ખાતર વ્યવસ્થાપન  કેવી રીતે કરવું ? - Sandesh
  • Home
  • Agro Sandesh
  • મકાઈમાં  ખાતર વ્યવસ્થાપન  કેવી રીતે કરવું ?

મકાઈમાં  ખાતર વ્યવસ્થાપન  કેવી રીતે કરવું ?

 | 9:29 pm IST

મકાઈમાં સારું ઉત્પાદન લેવા માટે ખાતર પણ પૂરતા પ્રમાણમાં આપવું જરૂરી છે. મકાઈમાં સેન્દ્રિય ખાતર સાથે રાસાયણિક ખાતરના સમન્વયથી વધુ અર્થસૂચક અસર મેળવી શકાય છે. કમ્પોઝિટ જાતો માટે ૬૦ કિગ્રા. પ્રતિ હેક્ટર નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા. પ્રતિ હેક્ટર ફોસ્ફરસ સાથે ૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર ચાસમાં આપવું. પાયામાં હેકટરે ૮૭ કિલો ડીએપી સાથે ૧૦ કિલો યુરિયા ખાતર આપવું. ઢીંચણ જેટલી ઊંચી મકાઈ થાય ત્યારે ૪૫ કિલો યુરિયાનો પ્રથમ હપ્તો ચાસમાં આપવો. ચમરી દેખાવાની શરૂઆત થાય ત્યારે ૪૫ કિલો યુરિયાનો બીજો હપ્તો ચાસમાં આપવો. સંકર જાતો માટે ૧૦૦ કિગ્રા. પ્રતિ હેક્ટર નાઈટ્રોજન અને ૫૦ કિગ્રા. પ્રતિ હેક્ટર ફોસ્ફરસ આપવો. તે પૈકી ૫૦ ટકા નાઈટ્રોજન અને ફોસ્ફરસનો બધો જ જથ્થો પાયાના ખાતરમાં અને બાકી રહેલો ૫૦ ટકા નાઈટ્રોજન બે સરખાં  ભાગમાં પાળા ચડાવતી વખતે અને ચમરી નીકળે ત્યારે આપવો. જેના માટે પાયામાં હેકટરે ૧૧૦ કિલો ડીએપી સાથે ૩૦ કિલો યુરિયા ખાતર આપવાં ઉપરાંત મકાઈ જ્યારે ઢીંચણ જેટલી ઊંચી થાય ત્યારે ૭૨ કિલો યુરિયાનો પ્રથમ હપ્તો ચાસમાં આપવો. ચમરી દેખાવવાની શરૂઆત થાય ત્યારે ૭૨ કિલો યુરિયાનો બીજો હપતો ચાસમાં આપવો. ઝીંકની ઊણપ હોય તેવા ખેડૂતોએ પોતાની જમીનમાં હેક્ટરે ૨૦ કિલો ઝીંક સલ્ફેટ પાયામાં આપવો જોઈએ.

  • દેવાંગભાઈ પટેલ, પાદરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન