Manushi Chhillar change Look after win Miss World Title
  • Home
  • Featured
  • Photos: મિસ વર્લ્ડ બનતા પહેલા આવી દેખાતી હતી માનુષી છિલ્લર, ગજબનું છે ટ્રાન્સફોર્મેશન

Photos: મિસ વર્લ્ડ બનતા પહેલા આવી દેખાતી હતી માનુષી છિલ્લર, ગજબનું છે ટ્રાન્સફોર્મેશન

 | 11:51 am IST

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર, 14મી મેના રોજ તેનો ‘બર્થ ડે’ સેલિબ્રેટ કરી રહી છે. મિસ વર્લ્ડ બનતા પહેલા અને તેના પછી માનુષીના લુકમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો છે. તેના લુક્સમાં કમાલનું ટ્રાન્સફોર્મેશન થયું છે. તેના મેકઓવરને જોઈ સાફ દેખાઈ રહ્યું છે કે આ માટે તેને કેટલી મહેનત કરી હશે. માનુષીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતનારી માનુષીએ પોતા પર ઘણું વર્ક કર્યું છે. સંપૂર્ણ દુનિયા તેની સુંદરતાની ફેન છે. પરંતુ તમને જણાવી દઈએ કે માનુષી શરૂઆતથી એવી નહોતી. તેની જૂની ફોટો આ વાતનો પૂરાવો છે કે તેને પોતાને કેવી રીતે ગ્રૂમ કરી છે. માનુષીએ તેના મિત્રો સાથે ઘણી જૂની ફોટોઝ શેરી કરી છે જેમાંથી કેટલીક ફોટો તેના એમબીબીએસ ફર્સ્ટ ઇયરની પણ છે.

માનુષી હરિયાણાના સામાન્ય પરિવારથી સંબંધ રાખે છે. માનુષીનો અભ્યાસ દિલ્હી અને સોનીપાતમાં થયો. માનુષી મેડિકલની સ્ટૂડેંટ છે. માનુષીના પિતા DRDOમાં વૈજ્ઞાનિક છે. જ્યારે તેની માતા પણ બાયોકેમિસ્ટ્રીમાં એમડી છે. તમને જણાવી દઈએ કે મિસ ઇન્ડિયા સિવાય માનુષીએ મિસ ફોટોજેનિક એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ માનુષી જલ્દી બોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી શકે છે. તેઓ અક્ષય કુમાર સાથે પૃથ્વીરાજ ચૌહાનની બાયોપિકમાં કામ કરી શકે છે. ફિલ્મ યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન