મનવીર ગુર્જર સાથે લગ્ન કરવા કરતાં હું કોઇ દેડકા સાથે ન પરણું!

449

કલર્સ ચેનલ પરના રિયાલિટી શો બિગ બોસની દસમી સિઝન જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થયા બાદ તેના સ્પર્ધકો ખૂબ જ સમાચારોમાં છવાયેલા રહે છે. શોમાં વિજેતા જાહેર થયેલો મનવીર ગુર્જરને હવે સેલિબ્રિટી સ્ટેટસ મળી ગયું હોવાથી તેનું નામ બિગ બોસના અન્ય સ્પર્ધકો સાથે જોડાઇ રહ્યું છે. હાલમાં જ આકાંક્ષા શર્મા સાથે મનવીર ગુર્જરનું નામ જોડાયું હતું. આ વિશે જ્યારે આકાંક્ષાને સવાલ કરાયો હતો ત્યારે આકાંક્ષા પહેલા રોષે ભરાઇ હતી અને ત્યાર બાદ જણાવ્યું હતું કે મનવીર ગુર્જરને ડેટ કરવા કરતાં હું કોઇ દેડકાને ડેટ કરવી વધુ પસંદ કરીશ. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં આકાંક્ષાએ જણાવ્યું હતું કે કેટલાક દિવસો અગાઉ પાર્ટીમાં મનવીર સાથે થયેલી મુલાકાત બાદ તેની સાથે મારું નામ જોડાઈ રહ્યું છે. મારો અને તેનો શું સંબંધ ? હું નીતિભાની સારી સહેલી છું અને મનવીર તેનો મિત્ર છે અને અમે બંને એક પાર્ટીમાં મળ્યાં. મનવીર મહિલાઓનું સન્માન કરતો નથી. વિશ્વનો તે જો છેલ્લો પુરુષ હશે તો પણ હું તેને ડેટ નહીં કરું.