ગર્ભાવસ્થામાં નારિયળ પાણી પીવાથી થાય છે આ અનેક લાભ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ગર્ભાવસ્થામાં નારિયળ પાણી પીવાથી થાય છે આ અનેક લાભ

ગર્ભાવસ્થામાં નારિયળ પાણી પીવાથી થાય છે આ અનેક લાભ

 | 12:52 pm IST

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને અનેક પ્રકારનાં પૌષ્ટીક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. આ પૈકી મોટાભાગની સલાહ સાચી પણ હોય છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાનાં ખોરાકને લઈને ખાસ તકેદારીઓ રાખવી હિતાવહ છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ગર્ભવતી મહિલાઓ માટે નાળીયર પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આવો જાણીએ નારીયળ પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે..

1. કાચા નાળીયારનાં પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ, ક્લોરાઈડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને રાઈબોફ્લેવીન જેવા તત્વો વિપુલ માત્રામાં મળી આવતા હોય છે. આમ આ તમામ પોષક તત્વો ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

2. ખાસ કરીને ગર્ભાવસ્થાનાં ત્રીજા મહિનામાં ગર્ભવતી મહીલાઓને પોષક તત્વોની ખાસ જરૂર પડતી હોય છે. ત્યારે નારીયળ પાણીમાં રહેલ પોષક તત્વો ગર્ભવતી મહિલાનાં શારિરીક સ્વાસ્થ્ય અને તેનાં ગર્ભમાં ઉછરી રહેલ બાળકનાં તંદુરસ્ત વિકાસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જેથી ગર્ભવતી મહિલાઓને નિયમીત નાળીયર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

3. નાળીયરનાં પાણી એક નેચરલ ડાયરેક્ટિક્સ તરીકે કામ કરે છે. જેનાથી વધુ માત્રામાં પેશાબનુ વિસર્જન થાય છે. તેમજ આ પેશાબ મારફતે શરીરના હાનીકારક તત્વો બહાર નિકળી જવાને કારણે ગર્ભવતી મહિલા બીજી અનેક બિમારીઓથી બચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન