Many bridges collapsed due to heavy rains in Kerala, 26 DEATH
  • Home
  • Featured
  • કેરળમાં ભારે વરસાદથી મચી તબાહી, 26 લોકોના મોત

કેરળમાં ભારે વરસાદથી મચી તબાહી, 26 લોકોના મોત

 | 6:33 pm IST
  • Share

  • કેરળમાં ભારે વરસાદથી અનેક પુલ ધરાશાયી
  • અનેક જિલ્લામાં જળબંબાકાર થતા સંપર્ક તૂટ્યો
  • હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

કેરળમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં અવિરત વરસાદને કારણે ઘણા પુલ તૂટી ગયા છે, જેના કારણે લોકોનો સંપર્ક તૂટી ગયો છે. તેમજ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ત્રણ મકાનો ધરાશાયી થયા છે. કેરળમાં વરસાદ અને ત્યારબાદ પૂર જેવી સ્થિતિને કારણે 26 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ કેરળની સીએમ સાથે વાત કરી છે.

વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય કેરળમાં ભારે અસર થઈ છે. કોટ્ટાયમ અને ઇડુક્કીમાં તાજેતરના વર્ષોની સરખામણીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને વરસાદને કારણે બંને જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ બની છે.

રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે ઇડુક્કી જિલ્લામાંથી નવ મૃતદેહો મળી આવ્યા છે. અલાપુરા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. મધ્ય અને દક્ષિણ કેરળમાં પૂરને કારણે એવી જ સ્થિતિ બની છે જેવી વર્ષ 2018 અને 2019 માં કેરળમાં પૂર આવ્યા બાદ સર્જાઈ હતી. જોકે, વહીવટીતંત્ર કહે છે કે બધું નિયંત્રણમાં છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

તો બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ શનિવારે કહ્યું હતું કે, તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, અલાપ્પુઝા અને એર્નાકુલમ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો