- Home
- Fashion & Beauty
- જોઇ લો VIDEOમાં પુરુષોની ફેશનમાં છેલ્લા 100 વર્ષમાં કેટલા આવ્યા બદલાવ

જોઇ લો VIDEOમાં પુરુષોની ફેશનમાં છેલ્લા 100 વર્ષમાં કેટલા આવ્યા બદલાવ

આજકાલ ચારેતરફ સૌથી વધારે જેની ચર્ચા જોવા મળે છે તે છે પુરૂષોની દાઢી. હા, પુરૂષોની સુંદર રીતે સ્ટાઇલ કરેલી દાઢીથી સેક્સિએસ્ટ બાબત કોઇ હોઇ જ ના શકે. હવે એ દિવસો ગયા જ્યારે ક્લિન શેવ ફેસ જેન્ટલમેન હોવાની નિશાની ગણાતા હતા. જો કે આજે દાઢી masculine સ્ટાઇલ અને ક્લાસનું પ્રતિક બની ગઇ છે. અને લગભગ દેશ-દુનિયાના તમામ પુરૂષો આ ઝૂંબેશમાં જોડાઇ રહ્યા છે.
આ સાથે જ દરેક સ્ટારને પોતાના કોઇ આઇકોનિક હેર કટ, સ્ટાઇલ અથવા લુક હોય છે. જેનાથી તે લોકોની વચ્ચે ઓળખાય છે. જેમ કે, સલમાનની તેરે નામ સ્ટાઇલ અથવા રિતિકનો ધૂમ લુક. એવા અનેક સ્ટાઇલ કટ્સના કારણે સ્ટાર્સ ઓળખાતા હોય છે, તેવી જ રીતે તેમની દાઢી, જે હવે આ સ્ટાર્સની ઓળખ બની ગઇ છે.
જો કે, આ બદલાવ પ્રથમ વખત નથી થયો કે નથી છેલ્લી વખત જેમાં લોકો આ પ્રકારે ટ્રેન્ડ્સ ફોલો કરી રહ્યા છે. ટ્રેન્ડ્સ અને ગ્રૂમિંગ ટ્રેન્ડ્સ એક લહેરની માફક આવે છે, જેમાં અનેક લોકો સપડાઇ જાય છે. જો તમે વિચારતા હોવ કે કેવી રીતે? તો અહીં આપેલા વીડિયો જૂઓ કે કેવી રીતે પુરૂષોની ફેશન છેલ્લા 100 વર્ષમાં બદલાઇ છે.