Many Cricketers attend Akash and Shloka Mehta Wedding
  • Home
  • Sports
  • Cricket
  • આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં સચિન સહીત પહોંચ્યા આ ક્રિકેટર્સ

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં સચિન સહીત પહોંચ્યા આ ક્રિકેટર્સ

 | 3:34 pm IST

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે શનિવારે મુંબઈ ખાતે લગ્ન થયા છે. આ લગ્ન પ્રસંગમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસતીઓએ હાજરી આપી હતી. જેમાં કોર્પોરેટ, બોલિવૂડ, સ્પોર્ટ્સ અને રાજનીતિક ક્ષેત્રના કેટલાક મોટા નામ હતા. ઉપરાંત આ વેડિંગ સેરેમનીમાં આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. તમને બતાવી દઈએ કે આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને આકાશ અંબાણી હેડ કરે છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટર અને ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેન્ડુલકર તેમની પત્ની અંજલી સાથે આવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર જહીર ખાન પણ તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે હાજરી આપી હતી. ઉપરાંત યુવરાજ સિંહ, હાર્દિક પાંડ્યા, ક્રુણાલ પાંડ્યા પણ પહોંચ્યા હતા.

ભારતીય ક્રિકેટર્સ સિવાય કેટલાક વિદેશી ક્રિકેટર્સ પણ આ વેડિંગ સેરેમનીમાં જોવા મળ્યા હતા. જેમાં શ્રીલંકના પૂર્વ ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ મહેલા જયવર્ધને, ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર શેન બોન્ડે હાજરી આપી હતી. આ વેડિંગ સેરેમની માટે એન્ટીલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. આ વેડિંગની ઘણી તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન