#NewZealand : Many Dead In Shooting at Mosque , casualties feared
  • Home
  • Featured
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં નરસંહાર, અંધાધૂંધ ગોળીબારમાં 49 લોકોના મોત

ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં નરસંહાર, અંધાધૂંધ ગોળીબારમાં 49 લોકોના મોત

 | 9:00 am IST

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં અજ્ઞતા હુમલાખોરોના ગોળીબારમાં મૃતકોનો આંકડો વધીને 49 થઇ ગયો છે. હોસ્પિટલમાં દાખલ 20 ગંભીર રીતે ઘાયલોમાંથી 9 લોકોના મોત થયા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૈસિંડા ઑર્ડર્ન એ પહેલાં કહ્યું હતું કે અલ નૂર મસ્જિદમાં 30 લોકોના મોત થયા છે જ્યારે લિનવુડ મસ્જિદમાં 10 લોકોના મોત થયા છે. પરંતુ પોલીસ કમિશ્નર માઇક બુશના મતે મૃતકોનો આંકડો 49 સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પહેલો હુમલો અલ નૂર મસ્જિદમાં થયો હતો જ્યારે બીજો હુમલો ક્રાઇસ્ટચર્ચના ઉપનગરીય વિસ્તાર લિનવુડમાં થયો હતો. અલ નૂર મસ્જિદમાં ગોળીબારીના સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં હતી, પરંતુ તે સુરક્ષિત બચી નીકળવામાં સફળ રહી.

વડાપ્રધાન જૈકિંડા અર્ડર્ન એ કહ્યું કે ક્રાઇસ્ટચર્ચના આતંકી હુમલામાં 40 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

વિપક્ષી નેતા બિલ શૉર્ટન એ ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ પર હુમલાની નિંદા કરી અને લોકેને હુમાલખોરના વીડિયો ના તો શેર કરવા અને ના તો જોવાની અપીલ કરી. તેમણે કહ્યું કે શેર ના કરો. ફૂટેજ ના જુઓ. આ સામાન્ય જીવનનો હિસ્સો નથી. જે લોકો એ આ હુમલો કર્યો છે, તેઓ આ તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગે છે.

‘માથા પર હેલમેટ પહેરી ઘૂસ્યા હુમલાખોરો’
હાજર પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો હુમલાખોરોએ કાળા કપડાં પહેર્યા છે અને માથા પર હેલમેટ પહેરેલું છે. તેમની પાસે ઓટોમેટિક હથિયાર છે, આથી તેઓ ફાયરિંગ કરી રહ્યાં હતા.

‘ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો કાળો દિવસ’
ન્યૂઝેલન્ડના પીએમ જૈસિંડા ઑર્ડર્ન એ આ દેશને સૌથી કાળો દિવસ ગણાવતા કહ્યું છે કે મસ્જિદમાં કેટલીય જગ્યાએથી ફાયરિંગ થઇ રહ્યું છે. તેમણે લોકોન સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતાં કહ્યું કે હુમલાખોરો હજુ પણ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઇ જગ્યા જ નથી.

જે સમયે આ ઘટના બની ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં જ હતી. મસ્જિદમાં એક્ટિવ શુટિંગની માહિતી મળતા જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે મસ્જિદમાંથી નીકળી ગયા. તમામને પાર્કની બાજુવાળા રસ્તામાંથી પાછા ઓવલ મેદાનની તરફ લાવવામાં આવ્યા. આપને જણાવી દઇએ કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડની મુલાકાત પર છે. શનિવારના રોજ બંને વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રિસ્ટચર્ચમાં જ રમાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન