અનેક વિવાદો વચ્ચે ફરી એક સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અનેક વિવાદો વચ્ચે ફરી એક સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર

અનેક વિવાદો વચ્ચે ફરી એક સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર

 | 1:10 am IST

સિનેજગતમાં આઇટમ નંબર માટે જાણીતી મલાઇકા અરોરા ખાન અવાર-નવાર  પર્સનલ લાઇફ અને ફિટનેસને લઇને ચર્ચામાં રહી છે. ઘણાં સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રીનથી ગાયબ રહી હતી. પરંતુ તે હાલના દિવસોમાં કોઇ ને કોઇ ઇવેન્ટમાં જોવા મળતી રહે છે. મલાઇકા અરોરાને અર્જુન કપૂરને લેક્મે ફેશન વીકના ઇવેન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા. તેમને એક સાથે આ ઇવેન્ટમાં જોયા પછી ફરી તેમના અફેરની ચર્ચાએ જોર પકડયું છે. લેક્મે ફેશન વીક ઇવેન્ટ દરમિયાન બંને જણા ફ્રન્ટ સીટ પર બઠેલા દેખાય છે. જેમાંના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં તેઓ સાથે ખુશ દેખાય છે તેમજ તેમની સાથે જાહૃનવી કપૂર, ખુશી અને કુણાલ રાવલ પણ નજર આવે છે. સાંભળવામાં આવ્યું છે કે અરબાઝ અને મલાઇકાના છુટાછેડા પાછળનું કારણ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ખાનની મિત્રતા હોવાનું જણાય છે. આ બંનેને સાથે જોઇને એકવાર ફરી તેમના અફેરની ચર્ચાએ જોર પકડયું છે.