peacock feather is very useful, know how it is useful to abolish vastu dosha
  • Home
  • Astrology
  • મોરપંખ છે અતિ કામની ચીજ, દૂર કરે છે આ તમામ દોષો

મોરપંખ છે અતિ કામની ચીજ, દૂર કરે છે આ તમામ દોષો

 | 7:25 pm IST

જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્ર તેમજ અન્ય ધાર્મિક ગ્રંથોમાં મોરપંખને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે મોરપંખ ચોપડીમાં રાખવાથી વ્યક્તિને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. મોર એ માતા સરસ્વતીને અતિ પ્રિય હોવાનું માનવામાં આવે છે તો મોર ભગવાન શ્રીકૃષ્ણને પણ અતિ પ્રિય હોવાનું આપણે જાણીએ છીએ. શ્રીકૃષ્ણના માથા પર હરહમેંશ મોરપંખ જોવા મળતું. તો મોર શિવ પુત્ર કાર્તિકેય સ્વામીનું વાહન માનવામાં આવે છે. લક્ષ્મીજી, ઈન્દ્રદેવ, ગણેશજી તમામને મોરપંખ પ્રિય હોવાનું શાસ્ત્રમાંથી જાણવા મળે છે.

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો મોરપંખ દિશા બદલવાને શક્તિમાન છે. તેના ઉપયોગથી ન માત્ર પૈસાની તંગી દૂર કરી શકાય છે પણ રાહુની ખરાબ દશામાંથી મુક્તિ મેળવી શકાય છે. આવો જાણો કે મોરપંખથી ક્યાં લાભ મળી શકે…

જો તમારે રાહુની દશા ચાલતી હોય તો મોરપંખને લાવીને તમારા સૂવાના ઓશીકા નીચે રાખી દો. તેનાથી દશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે.  વ્યક્તિને લાગતો ભય કે ડર દૂર થઈ જાય છે.

મોરપંખ એ સૌભાગ્યનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણ પોતાના મુગટમાં તેને હમેંશા લગાવતા હતા. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો મોરપંખ રાખવું જ હોય તો શયનખંડમાં પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી અટકી પડેલાં તમામ કાર્યો પૂરા થઈ જાય છે.

મોરપંખ પુસ્તકોમાં રાખવાથી એકાગ્રતા વધારે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ સાથે મોરપંખ લગાવવામાં આવે તો વાસ્તુદોષ દૂર થઈ જાય છે. ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ રહેતો નથી.

જો કોઈ ગ્રહ દોષિત હોય તો તેનો મંત્ર 21 વાર બોલીને મોરપંખ પર પાણી છાંટી તેને સવારે નદીમાં પ્રવાહિત કરી દેવાથી ગ્રહ દોષ શાંત થઈ જાય છે.

જો મોરપંખને હમેંશા સાથે રાખવામાં આવે તો નવગ્રહોને પણ શાંત કરી શકાય છે.

કોઈ બહું પરેશાન કરતું હોય તો મંગળવારે કે શનિવારે હનુમાનજીની પ્રતિમાના માથે સિંદૂરથી એક મોરપંખ પર શત્રુનું નામ લખો અને તેને  ઘરના મંદિરમાં રાખી દેવામાં આવે અને પછી સવારે નદીમાં પ્રવાહિત કરી દેવામાં આવે તો તમારી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન