How to save your device, Many fake Antivirus Apps spotted
  • Home
  • Featured
  • બચીને રહેજો, ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એન્ટીવાયરસ એપની ભરમાર

બચીને રહેજો, ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એન્ટીવાયરસ એપની ભરમાર

 | 12:56 pm IST

આપણે તમામ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. ટેકનોલોજીના આ યુગમાં સતત નવી અપડેટ સાથે ફોન આવે છે અને તેની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ લાવે છે. આપણે ફોનમાં સતત ફોટાઓ વીડિયો અપલોડ કરતા રહીએ છીએ. આનાથી ક્યારેક આપણા ફોનમાં વાયરસ આવી જાય છે અને આપણા કિંમતી સ્માર્ટફોનને નુકસાન થાય છે. આવા સમયે આપણે એન્ટીવાયરસનો ઉપયોગ કરીએ છીએ.

ગૂગલ પ્લે સ્ટોર પર ખુબજ સરળતાથી આવી એપ તમને મળી જશે. પણ આ રીતે આડેધડ એપ ડાઉનલોડ કરતાં પહેલા એક વાર જોઈ લેજો કે ક્યાંક તમે નકલી કે ફ્રોડ એપતો તમારા ફોનમાં નથીને ઇન્સ્ટોલ કરી નાખતા. થોડા સમય પહેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો જેમાં એ વાત સામે આવી હતી કે વાઈરસ ક્લીનર અને એન્ટીવાયરસમાં ફેક એપ્સ આવેલી છે જેને લાખોની સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી છે.

આ એન્ટીવાયરસ એપ્સ અસલી એપની નકલ કરે છે અને Scan device for virues’ જેવા ફંક્શનની ઓફર કરે છે. જે ખરેખરતો કોઈ કામનુંજ નથી. આ એપ્સનું મુક્ય કામ જ હોય છે નકામી જાહેરાતો આપ્યા કરવી. આવી એપ જેમ વધારે ડાઉનલોડ થાય તેને વધારે રેવન્યુ મળતી હોય છે. Quick Heal સિક્યોરિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે આ એપ્સ કોઈ એન્ટીવાયરસ એન્જીન નથી હોતી.

નકલી એપથી આ રીતે બચો
નકલી એપના નામથી સિક્યોરિટી અને એન્ટીવાયરસના નામે છીંડા હોય છે. પ્લે સ્ટોર પરથી ગૂગલ સતત આવી નકલી એપ હટાવતું જ રહે છે અને ફરી આવી નકલી એપનો રાફડો ફાટી નીકળે છે. આવા સમયે યૂઝરે ખુબજ સમજી વિચારીને કોઈ એપને ઇન્સ્ટોલ કરવી જોઈએ. જે ભરોસાનેપાત્ર હોય. રિવ્યુને ખાસ જોયા પછી જ એપને ડાઉનલોડ કરવી.

આ Video જુઓ: અંબાજીમાં ચોથા દિવસે 3.10 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન