Many fans called to BCCI office and asked for MS Dhoni for talk
  • Home
  • Sports
  • Cricket
  • BCCIની ઓફિસમાં આ ખેલાડી માટે આવતા મહિલા ફેન્સના ફોન, ધોની માટે થતી આ માગ

BCCIની ઓફિસમાં આ ખેલાડી માટે આવતા મહિલા ફેન્સના ફોન, ધોની માટે થતી આ માગ

 | 11:04 pm IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના ઓફિસમાં આમ તો સતત ફેન્સના ફોન આવતા હોય છે. પરંતુ હવે ‘કેપ્ટન કુલ’ તરીકે જાણીતા અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ ફેન્સના ફોન સતત વધી રહ્યા છે. 15 વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા બર્નાર્ડ ફર્નાન્ડિસે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમને તાજેતરમાં નોકરી છોડી છે.

એક ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા બર્નાર્ડ ફર્નાન્ડિસે જણાવ્યું કે તેમને દૈનિક ધોરણે એવા ફોન આવતા હતા જેમાં ફેન્સ પોતાના ફેવરેટ ક્રિકેટર સાથે વાત કરવાની વિનંતી કરતા હતા. પરંતુ કેટલાક ફેન્સ ગાળો પણ આપતા હતા અને કેટલાક ધોનીને રિટાયર ના કરવાની સલાહ આપતા હતા. બર્નાર્ડે એક ઘટનાની વાત કરતા કહ્યું કે એક દિવસ એક ફેને બીસીસીઆઈની ઓફિસમાં ફોન કરી કહ્યું કે તેમના પિતા મરવાની સ્થિતિમાં છે અને તેમની અંતિમ ઇચ્છા કે તેઓ આ ખેલાડી સાથે વાત કરે.

બર્નાર્ડે કહ્યું કે,‘હું કેવી રીતે આવું કહેતો કે આ અસંભવ છે.’ પરંતુ તેમને પ્રેમથી ફેનને સાચી હકીકત બતાવી. ઉપરાંત બર્નાર્ડે એવું પણ કહ્યું કે જ્યારે ધોનીના સંન્યાસના સમાચાર ફેલાયા હતા ત્યારે બીસીસીઆઈના ઓફિસમાં હજારો ફોન આપ્યા હતા. ફેન્સે તેમને સંન્યાસ ના લેવાની વાત કહી. બર્નાર્ડે કહ્યું કે ઘણી વખત વિરાટ કોહલી માટે પણ ફોન આવે છે. આવા ફોન્સમાં રિટાયર્ડ આર્મી ઓફિસર પણ હોય છે.

ઉપરાંત બર્નાર્ડે જણાવ્યું કે ભલે વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની ભારતના સૌથી પોપ્યુલર ખેલાડીઓ હોય પરંતુ કે.એલ.રાહુલ માટે સૌથી વધુ મહિલા ફેન્સના ફોન આવે છે અને વાત કરાવવાની માંગ કરે છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન