મહારાષ્ટ્ર પછી ઓરિસ્સામાં સેંકડો ખેડૂતોનો મોરચો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મહારાષ્ટ્ર પછી ઓરિસ્સામાં સેંકડો ખેડૂતોનો મોરચો

મહારાષ્ટ્ર પછી ઓરિસ્સામાં સેંકડો ખેડૂતોનો મોરચો

 | 5:12 pm IST

મહારાષ્ટ્રના 30 હજાર ખેડતોની કૂચને સાંપડેલી સફળતાથી પ્રેરાઈ ઓરિસ્સામાં પણ 15 હજાર જેટલા ખેડૂતો પાટનગર ભુવનેશ્વરમાં ઉમટી પડ્યા છે. આ પૈકી 180 જેટલા ખેડતોએ ભૂખ હડતાળ એટલે કે અનસનનો આરંભ કર્યો છે. તેમની મુખ્ય માગણીઓમાં દેવામાફી અને ગરીબ ખેડૂતોને પેન્શન આપવાનો સમાવેશ થાય છે.

ખેડૂતોએ આ સાથે રાજ્ય સરકારના બજેટમાં 55 લાખ ગરીબ ખેડૂતોને મહિને રૂ. પ હજાર પેન્શન આપવા માટે રૂ. 21,600 કરોડની ફાળવણી કરવાની પણ માગણી કરી છે. રાજ્યમાં 36 લાખ ખેડૂતો ગરીબ છે અને વિકાસથી વંચિત છે. ખેડૂતોએ નવનિર્માણ કૃષક સંગઠનના નેજા હેઠળ ભુવનેશ્વર વિધાનસભા નજીક દેખાવો યોજ્યા છે. તેમણે અનાજના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1,550થી વધારી રૂ. 3,000 કરવાની પણ માગણી કરી છે.

સંગઠનના રાષ્ટ્રીય સંયોજક અક્ષયકુમારે જણાવ્યું હતું કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ કચ્છથી લઈ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેડૂતો તેમની માગણીઓ માટે દેખાવો યોજનાર છે.