Servery Says- Many Incident Of Filming Air Hostess t Without Permission
  • Home
  • Featured
  • ચોંકાવનારો ખુલાસો – વિમાનમાં આ રીતે બનાવવામાં આવે છે એર હૉસ્ટેસનાં અશ્લિલ વિડીયો

ચોંકાવનારો ખુલાસો – વિમાનમાં આ રીતે બનાવવામાં આવે છે એર હૉસ્ટેસનાં અશ્લિલ વિડીયો

 | 8:53 pm IST

The Japan Federation Of Aviation Industry Unions દ્વારા હાલમાં જ એક સર્વે કરાવવામાં આવ્યો છે. આ સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે જાપાન એરલાઇન્સની 60 ટકા ફ્લાઇટ અટેન્ડેન્ટને ડ્યૂટી દરમિયાન ગુપચુપ રીતે ફિલ્માવવામાં આવે છે. The Japan Federation Of Aviation Industry Unions ટોક્યોની એક લેબર યૂનિયન છે જે વિમાન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકોનું સંગઠન છે.

આ સંગઠને એપ્રિલથી જૂનનાં મહિનામાં ફ્લાઇટ અટેન્ડન્સ પર એક સર્વે કરાવ્યો છે. આમાં જાપાન એરલાઇન્સ ઉપરાંત તમામ એરવેઝ સામેલ છે. સર્વે દરમિયાન 1,623 લોકો સાથે વાતચીત કરવામાં આવી. તેમાંથી 60 ટકાએ કહ્યું કે ફ્લાઇટમાં છુપી રીતે તેમની તસવીર લેવામાં આવે છે અથવા વિડીયો બનાવવામાં આવે છે. જો કે આવું કરવા પર નિયમો પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

સર્વે દરમિયાન 359 લોકોએ જણાવ્યું કે, હાં, જણાવ્યા વગર તેમને સીક્રેટ રીતે ફિલ્માવવામાં આવે છે. લગભગ 641 લોકોએ જણાવ્યું કે તેઓ નિશ્ચિત રીતે આવુ ના કહી શકે, પરંતુ તેમને વિશ્વાસ છે કે આવુ થયું છે. જે 359 કેબિન ક્રુએ કહ્યું કે તેમની ચોરી-છુપીથી તસવીર લેવામાં આવી છે, તેમાંથી ફક્ત 40 ટકા લોકોએ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અથવા આવા પ્રકારનાં વિડીયોને મોબાઇલથી હટાવી શક્યા હતા.

લગભગ 58 ટકા લોકોનું કહેવું છે કે તેમની તસવીર અથવા વિડીયો લેનારા સંદિગ્ધ ઘણીવાર પોતાના ઉપર લાગેલા આરોપોને ખોટા ગણાવી દે છે. ઘણીવાર તેમના ક્રુર વ્યવહારનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે. એક જાણીતી એરલાઇન્સની 30 વર્ષની એર હૉસ્ટેસે જણાવ્યું કે, જ્યારે તેણે પ્લેનમાં એક પુરૂષનાં મોજામાં લાગેલા ખુફિયા કેમેરા પકડી પાડ્યો ત્યારે હંગામો મચી ગયો. જ્યારે તેના ફોનનાં કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં ઘણી એર હૉસ્ટેસનાં અપ-સ્કર્ટ વિડીયો હતા. તેણે જણાવ્યું કે તેણે લેન્ડ થયા બાદ તે વ્યક્તિને પોલીસનાં હવાલે કર્યો હતો, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ.

એક ખાસ વાત એ છે કે હવામાં જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે વિમાનમાં અશ્લિલ તસવીરો લે છે અને જો તે પકડાઈ જાય છે તો એ પણ જોવામાં આવે છે કે જે વખતે આ વ્યક્તિએ આવું કર્યું હતુ ત્યારે ભૌગોલિક સ્થિતિ શું હતી? એટલે કે પ્લેન કયા રાજ્ય અથવા દેશની ઉપર ઊડી રહ્યું હતુ? કેમકે તે વખતે તે દેશ અથવા રાજ્યનાં નિયમ લાગુ પડે છે. જો આવું આંતરરાષ્ટ્રિય ફ્લાઇટમાં થાય છે તો વિમાનમાં સ્થાનિક સરકારનાં નિયમ કાયદાનું પાલન આવા કેસોમાં નથી થતુ. જાપાનનાં ઘણા મહત્વનાં એરપોર્ટ્સ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે, ‘કૃપા કરીને પરવાનગી વગર ફૉટો કે વિડીયો ના લેશો.’

આ વિડીયો પણ જુઓ: રશિયા પ્રવાસથી પરત ફર્યા CM રૂપાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન