લાહોરમાં ટ્રક વિસ્ફોટમાં થયા લોહીના ખાબોચિયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લાહોરમાં ટ્રક વિસ્ફોટમાં થયા લોહીના ખાબોચિયા

લાહોરમાં ટ્રક વિસ્ફોટમાં થયા લોહીના ખાબોચિયા

 | 12:42 pm IST

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાનીમાં રાતે નવ વાગે થયેલા પ્રચંડ ટ્રક વિસ્ફોટમાં 22 જણાં લોહીલુહાણ થયા છે
પોલીસે જણાવ્યું હતું કે આવતીકાલે બુધવારે નવાઝ શરીફ ઈસ્લામાબાદથી લાહોર પરત ફરવા માટે જે માર્ગનો ઉપયોગ કરનાર છે, તે બુંદ રોડ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો છે.

શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના હોદ્દેદારે જણાવ્યું હતું કે લાહોરમાં શરીફ જે માર્ગેથી પસાર થનાર છે તેને સીલ કરી દેવાશે. પોલીસ અને બચાવ કર્મચારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરો કર્યો છે. વિસ્ફોટ ડિવાઈસ ટ્રકમાં છૂપાવીને રખાયો હતો અને રાતે નવ વાગે ફાટ્યો હતો. લાહોર પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે. લાહોરમાં જ પંજાબના મુખ્યપ્રધાન શાહબાજ શરીફના ઓફિસ સહ નિવાસસ્થાન નજીક તાલિબાને 24 જુલાઈએ કરેલા આત્મઘાતી હુમલામાં પોલીસ સહિત 27 જણાંના મોત થયા હતાં.

એપ્રિલમાં વસતિ ગણતરીની કામગીરી બજાવતાં કર્મચારીઓ પર થયેલા આત્મઘાતી હુમલામાં છના મોત થયા હતા અને 15ને ઈજા થઈ હતી. જ્યારે પંજાબ વિધાનસભા નજીક ફેબ્રુઆરીમાં થયેલા આત્મઘાતી હુમલામાં પોલીસ અધિકારી સહિત 14ના મોત થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન