ચીનના વન બેલ્ટ, વન રોડમાં છે, અનેક રોડા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનના વન બેલ્ટ, વન રોડમાં છે, અનેક રોડા

ચીનના વન બેલ્ટ, વન રોડમાં છે, અનેક રોડા

 | 1:10 pm IST

ચીન અને પાકિસ્તાન વચ્ચેના વન બેલ્ટ વન રોડ સહિત અનેક મુદ્દાઓ અંગે ભારત સાથેના સંબંધો ઉગ્ર બની રહ્યા છે, ત્યારે આ પ્રોજેક્ટમાં ભારતને પણ સામેલ કરવા પર ભાર મુકાયો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનઃ એસસીઓઃ અહેવાલમાં ભારત અને પાકિસ્તાનને પણ તેમાં સામેલ કરવા પર ભાર મુકતાં જણાવ્યું છે કે સીપીઈસી અથવા વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટથી ક્ષેત્રમાં આર્થિક સમાનતા સ્થાપિત કરવાને બદલે અસ્થિરતમાં વધારો થશે.

ઈન્સ્ટિટયૂટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ (આઈડીએસએ) સાથે જોડાયેલા નિષ્ણાંત પી. શતોબ્દનના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનને એસસીઓમાં સામેલ કરાતા એસસીઓમાં વિવિધ પ્રકારના હિતો વચ્ચે સંઘર્ષ, આતંકવાદનો સામનો કરવાના વૈશ્વિક સહિત અન્ય અનેક મુદ્દા ઉદભવશે. આ સ્થિતિમાં અનેક મુદ્દાઓ અંગે ભારતનું વલણ અન્ય દેશો સાથે મેળ ખાશે નહીં અને ચીન તરફ વધારે પડતો ઝોક જોવા મળશે.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે જૈશે મોહમ્મદના વડા મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા અને પરમાણુ પુરવઠાકાર ગ્રુપઃ એનએસજીમાં ભારતના પ્રવેશ મુદ્દે ચીનનું વલણ વધારે શંકાસ્પદ બનશે. અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓ અંગે રશિયા સાથેની ભારતની પરંપરાગત ભાગીદારી પાટા પરથી ઉતરી રહી હોવાની પ્રતીતી થઈ રહી છે તેવા સમયે આ બાબતે ભારે મહત્વ ધારણ કર્યું છે. ચીન આ ઉપરાંત અફઘાનિસ્તાન મુદ્દે પાકિસતાન, તજાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ક્ષેત્રીય ગ્રુપ બનાવી રહ્યું છે, તેવા સમયે આ અહેવાલ પ્રસિદ્ધ થયો છે.

ભારત વન બેલ્ટ વન રોડ મુદ્દાને સાર્વભૌમત્વ સાથે સાંકળી લીધી છે. ભારતે આ મુદ્દે યોજાયેલા સેમીનારનો બહિષ્કાર કર્યો હતો. જોકે ચીન સાથે પાકિસ્તાન તેમજ કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન દ્વારા કારાકોરમ માર્ગના ઉપયોગ માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

આઈડીએસએ બાબતોના નિષ્ણાંત શતોબ્દનના અહેવાલમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના અહેવાલને ગંભીરતાથી લેવામાં આવે તો ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર (સીપીઈસી)થી આ ક્ષેત્રમાં આર્થિક સમાનતાને બદલે અસ્થિરતા સર્જાશે.
નિષ્ણાતોના મતાનુસાર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભારતની સામેલગીરીથી કોઈ નાટયાત્મક ફેરફાર નહીં થાય. જોકે ભારત આતંકવાદ વિરોધી માળખા, આતંકવાદી સંગઠનોને લગતી ગુપ્તચર માહિતી, કેફી દ્રવ્યોની હેરાફેરી સાથે સંકળાયેલા મુદ્દા તેમજ સાયબર સુરક્ષામાં આનો લાભ ઉઠાવી શકશે.