Many restricted items found in Sabarmati Jail, Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અ’વાદ સેન્ટ્રલ જેલમાં ગુનેગારોને લીલા લેર! સાબરમતી જેલ બની મોબાઈલની દુકાન

અ’વાદ સેન્ટ્રલ જેલમાં ગુનેગારોને લીલા લેર! સાબરમતી જેલ બની મોબાઈલની દુકાન

 | 8:11 pm IST

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ શું એ જાણીએ છીએ કે જેલની અંદર ગુનેગારો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે? સાબરમતી જેલ હવે મોબાઈલની દુકાન બની ગઈ છે. કારણ કે અવાર-નવાર સેન્ટ્રલ જેલમાં મોબાઈલ મળી આવવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વખત વિશાલ ગોસ્વામી ગેંગની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા વધુ ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. જોકે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ જેલમાં અનેક પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેવી રીતે પ્રવેશે છે? જેલતંત્રના કર્મચારીઓ જ પહોંચાડે છે આ સુવિધા? એવા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આ વચ્ચે જેલ બની રહ્યું છે મોબાઈલ શોપ….

વર્ષ 2014-2019 દરમિયાન આટલા મોબાઈલ-સીમકાર્ડ ઝડપાયા:

  • વર્ષ 2014માં 18 ગુના જેમાં 23 મોબાઈલ અને 8 સીમકાર્ડ ઝડપાયા, જેમાં 49 આરોપીની ધરપકડ થઈ.
  • વર્ષ 2015માં 25 ગુના જેમાં 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ ઝડપાયા, જેમાં 62 આરોપીની ધરપકડ થઈ.
  • વર્ષ 2016માં 24 ગુના જેમાં 30 મોબાઈલ અને 05 સીમકાર્ડ ઝડપાયા, જેમાં 53 આરોપીની ધરપકડ થઈ.
  • વર્ષ 2017માં 37 ગુના જેમાં 43 મોબાઈલ અને 21 સીમકાર્ડ ઝડપાયા, જેમાં 10 આરોપી ની ધરપકડ થઈ.
  • વર્ષ 2018માં 34 ગુના જેમાં 47 મોબાઈલ અને 35 સીમકાર્ડ ઝડપાયા, જેમાં 25 આરોપી ની ધરપકડ થઈ.
  • વર્ષ 2019માં 15 ગુના જેમાં 20 મોબાઈલ અને 11 સીમકાર્ડથી વધારે ઝડપાયા, જેમાં 22 આરોપીથી વધારેની ધરપકડ થઈ.

આ વીડિયો પણ જઓ: અમદાવાદમાં સાબરમતી જેલમાં ખંડણીના નેટવર્કનો પર્દાફાશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન