Many river in Gujarat are polluted, Sabarmati and Tapi included
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં મોટાભાગે નદીઓની અતિભયંકર દુર્દશા, જીવાદોરી ગણાતી નદીઓ જ હવે બની જીવલેણ

રાજ્યમાં મોટાભાગે નદીઓની અતિભયંકર દુર્દશા, જીવાદોરી ગણાતી નદીઓ જ હવે બની જીવલેણ

 | 4:32 pm IST

સરકાર દ્વારા ગુજરાતની મોટાભાગની નદીઓ પ્રદુષિત હોવાનુ ઓન રેકોર્ડ માનવામાં આવ્યું છે. જેમા દક્ષિણ ગુજરાતની કિમ, તાપી, મીંઢોળા, દમણ ગંગા નદી, સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી અને અમદાવાદની સાબરમતી નદી સામેલ છે. આ પ્રદૂષિત નદીઓમાં હાલ મોટાભાગે ગંદકી, કચરાના ઢગલાઓ, શહેરનું ગંદુ પાણી જોવા મળે છે. જેની વાસ પણ એટલી જ ભયંકર હોય છે. ઉપરાંત કેટલીક પ્રદૂષિત નદીઓમાં તો લોકો શૌચ પણ કરે છે.

અમદાવાદની સાબરમતી નદીની વાત કરીએ તો હાલ પણ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. ઉપરાંત ખુલ્લે આમ અને બેરોકટોક ગંદકી ઠલવાય છે. કેમિકેલ વાળું અને ગટરનું પાણી પણ નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે બ્રિજ પાસેથી પસાર થતા લોકો પણ દુર્ગંધથી પરેશાન થતા હોય છે. જોકે સરકાર દ્વારા નદી સાફ કરવાની વારંવાર માત્ર વાતો જ કરવામાં આવે છે.


આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદીની વાત કરીએ તો નદીમાંથી ગેકાયદેસર રેતી પણ ચોરી કરવામાં આવી રહી છે. આમ તંત્રની અને પાલીકાની બેદરકારીથી ભોગાવો નદી પ્રદૂષિત થઈ ચુકી છે. એક સમય એવો હતો જ્યારે આ નદીમાં લોકો વીરડા ગાળી ખાડો કરી એમાંથી શુદ્ધ ચોખુ પાણી પીતા હતા. પરંતુ હવે આ નદીનું પાણી કોગળો તો શું ત્યાંથી પસાર થવું પણ મુશકેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન