Many Facts Revealed By DGP Of J&K About DSP Devinder Singh
  • Home
  • Featured
  • DSP દેવિન્દર સિંહની બે દીકરીઓને લઇ થયો ઘટસ્ફોટ, ખુદ DGPએ આપ્યા સંકેત

DSP દેવિન્દર સિંહની બે દીકરીઓને લઇ થયો ઘટસ્ફોટ, ખુદ DGPએ આપ્યા સંકેત

 | 8:01 pm IST

હિઝબુલ મુઝાહિદ્દીનનાં આતંકવાદીઓને આશરો આપનારા જમ્મુ-કાશ્મીર પોલીસનાં ડીએસપી દેવિન્દર સિંહનાં બાંગ્લાદેશ કનેક્શનની તપાસ ચાલી રહી છે. સોમવારનાં આ જાણકારી જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગ સિંહે આપી છે. તાજેતરમાં જ ખુલાસો થયો હતો કે દેવિન્દર સિંહ વર્ષ 2019માં બાંગ્લાદેશનાં ત્રણ દિવસનો પ્રવાસ કરી ચુક્યો છે. મીડિયા સાથે વાતચીતમાં ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, “અમારી જાણકારીમાં આવ્યું છે કે દેવિન્દર સિંહની દીકરીઓ બાંગ્લાદેશમાં ભણી રહી છે. એ વાતની તપાસ થઈ રહી છે કે યાત્રા કેમ કરવામાં આવી હતી?”

એનઆઈએને જ દેવિન્દરની કસ્ટડી આપવામાં આવી

તેમણે આગળ કહ્યું કે, “દેવિન્દર સિંહનો કેસ એનઆઈએને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. આના પર ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી. કેટલીક વાતો સામે આવી છે જે હવે એનઆઈએ સામે છે. એનઆઈએને જ દેવિન્દરની કસ્ટડી આપવામાં આવી છે. તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે.” જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીન આતંકવાદીઓની ગતિવિધિઓ પર ડીજીપીએ દાવો કર્યો છે કે દક્ષિણ કાશ્મીરથી આ આતંકવાદી સંગઠનનો લગભગ સફાયો થઈ ગયો છે.

ISI દેવિન્દરની દીકરીઓની ભરી રહી છે ફી!

તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે દેવિન્દર સિંહની બે દીકરીઓ બાંગ્લાદેશમાં અભ્યાસ કરી રહી છે. આમાંથી એક દીકરી એમબીબીએસનો કૉર્સ કરી રહી છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે દેવિન્દર સિંહની દીકરીઓનાં અભ્યાસની ફી પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ ફંડ કરી રહી છે, કેમકે સામાન્ય રીતે ભારતીયો પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે બાંગ્લાદેશ નથી મોકલતા. અત્યારે તપાસ એ વાત પર ચાલી રહી છે કે દેવિન્દર પોતાની દીકરીઓને મળવા માટે બાંગ્લાદેશ ગયો હતો કે પછી આઈએસઆઈ લિંક સાથે મુલાકાત કરવા માટે.

કટ્ટરપંથથી મુક્તિ અપાવનારી શિબિરોનું સ્વાગત

જ્યારે ડીજીપી દિલબાગ સિંહને પુછવામાં આવ્યું કે શું કાશ્મીરમાં કટ્ટરપંથથી મુક્તિ અપાવનારી શિબિરોની જરૂરિયાત છે? તેમણે કહ્યું કે, “જો કાશ્મીરમાં આવી શિબિર બને છે તો આ સારો સંકેત છે, આવું થવું જોઇએ. નિશ્ચિત રીતે લોકોને મદદ મળશે, ખાસ કરીને એ લોકોને જે રસ્તો ભટકી ગયા છે.” દિલબાગ સિંહનું કહેવું હતુ કે, “જો કેટલીક સારી વ્યવસ્થાઓ કરવામાં આવે, જ્યાં સિવિલ સોસાયટીનાં લોકો, ધર્મનાં અને અન્ય વિષયોનાં નિષ્ણાંતો હોય તો સારું થાય. આવી ચીજોનું સ્વાગત થવું જોઇએ.”

આ વિડીયો પણ જુઓ: નડ્ડા ભાજપને નવા શિખરે પહોંચાડશે – અમિત શાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન