અહિંસા સિલ્કમાંથી બને છે આ અધધધ..વસ્તુઓ, જાણો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • અહિંસા સિલ્કમાંથી બને છે આ અધધધ..વસ્તુઓ, જાણો તમે પણ

અહિંસા સિલ્કમાંથી બને છે આ અધધધ..વસ્તુઓ, જાણો તમે પણ

 | 11:59 am IST

સામાન્ય સિલ્કની સરખામણીમાં અહિંસા સિલ્ક થોડું ઓછું ચળકે છે, પરંતુ પહેરવામાં એ વધુ કમ્ફર્ટેબલ અને રિન્કલ-ફ્રી હોય છે. આ સાથે જ વધુ સ્મૂધ હોવાથી એનો ફોલ પણ સારો આવે છે. જો કે છેલ્લા થોડા સમયથી ફેશન-ઇન્ડસ્ટ્રીમાં આ મટીરિયલની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે અને હવે તો નામાંકિત ડિઝાઇનરો પણ પોતાના આખાને આખા કલેક્શન આ કાપડમાંથી બનાવવા એના ઉત્પાદકો સાથે હાથ મિલાવવા માંડ્યા છે.

અહિંસા સિલ્કમાંથી શું-શું બની શકે?
હવે બજારમાં આવા અહિંસા સિલ્કમાંથી બનેલાં અનેક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યાં છે જેમાં શાલ, સ્ટોલ્સ, સ્કાર્ફ, ટાઈ, સાડી, સલવાર-કમીઝ, દુપટ્ટા, કેઝ્યુઅલ વેઅર, ડ્રેસ-મટીરિયલ, રજાઈ તથા ફર્નિશિંગ ફેબ્રિક સુધી બધું જ આવી જાય છે. આ બધાં ઉત્પાદનો ક્યાં તો માત્ર અહિંસા સિલ્ક ફાઇબરમાંથી બનેલાં હોય છે અથવા એની સાથે અન્ય ફાઇબરના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવ્યાં હોય છે. એને કલર કરવા માટે કુદરતી તથા કેમિકલયુક્ત બન્ને પ્રકારની ડાઇનો ઉપયોગ થઈ શકે છે. મોટાભાગની આ પ્રોડક્ટ્સ લેબોરેટરીમાંથી એની ગુણવત્તાની ટેસ્ટમાં પાસ થયા બાદ જ બજારમાં આવે છે.

એક નવી ક્રાન્તિ
હજી આ કાપડ બજારમાં નવું હોવાથી એના કારીગરો અને ડિઝાઇનરો વચ્ચે સતત એમાં નિતનવા સુધારાવધારા થઈ રહ્યા છે, જેના પરિણામે ધીરે-ધીરે માર્કેટમાં આ સિલ્કની અનેક વિવિધતા પણ પ્રવેશી રહી છે. આ સાથે જ એની વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા પરંપરાગત ડિઝાઇન્સને પણ નવેસરથી ઉપયોગમાં લેવાના પ્રયત્ન ચાલુ છે. સિલ્કના ઉત્પાદનના ક્ષેત્રમાં આવી રહેલી આ નવી ક્રાન્તિ એટલી ઝડપથી લોકપ્રિય બની રહી છે કે મેનકા ગાંધી, શબાના આઝમી અને રેખા જેવી સેલિબ્રિટીઓ પણ હવે એની ચાહક બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન