Manyata Dutt Said Story Behind Her name from Dilnawaz Shaikh to Manyata Dutt
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિલનવાઝ શેખ માંથી આ કારણોસર બની માન્યતા દત્ત, સંજય દત્તની પત્નીએ ખોલ્યું રહસ્ય

દિલનવાઝ શેખ માંથી આ કારણોસર બની માન્યતા દત્ત, સંજય દત્તની પત્નીએ ખોલ્યું રહસ્ય

 | 5:52 pm IST

સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’એ તેમની જિંદગીનાં ઘણા બધા રહસ્યો ખોલ્યા છે. ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું કે પત્ની માન્યતા દત્તનું તેમની જિંદગીમાં કેટલું મહત્વનું યોગદાન છે. માન્યતા દત્તનું અસલી નામ દિલનવાઝ શેખ છે, પરંતુ 2008માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાનું નામ બદલીને માન્યતા દત્ત કર્યું હતુ. જ્યારે 2009માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન માન્યતાને પુછવામાં આવ્યું કે શું સંજય દત્તે તેને મૂળ નામ અપનાવવાની પરવાનગી નહતી આપી?

આના જવાબમાં માન્યતાએ કહ્યું, “આ મારો અંગત નિર્ણય હતો. સંજૂને નારાજગી અને અપમાનનો સામનો કરવો પડતો જો હું મારા પિતાએ આપેલુ નામ વાપરતી હોત તો. જો બીજી પત્નીઓ તેમનું મૂળ નામ વાપરે છે તો તે તેમની ચોઇસ છે. હવે આ ફેશન છે.”

સંજય દત્ત અને માન્યતાએ 2008માં 7 ફેબ્રુઆરીનાં રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. માન્યતા ઉંમરમાં સંજય દત્ત કરતા 20 વર્ષ નાની છે. માન્યતા સંજય દત્તનાં પ્રોડક્શન હાઉસની CEO પણ છે. માન્યતાનાં આ બીજા લગ્ન છે. સંજય દત્ત પહેલા તેના લગ્ન મિરાજ-ઉલ-રહમાન સાથે થયા હતા.