રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને પણ બોમ્બથી ઉડાવવાનું માઓવાદીઓનું હતું ષડયંત્ર - Sandesh
  • Home
  • Featured
  • રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને પણ બોમ્બથી ઉડાવવાનું માઓવાદીઓનું હતું ષડયંત્ર

રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને પણ બોમ્બથી ઉડાવવાનું માઓવાદીઓનું હતું ષડયંત્ર

 | 2:00 pm IST

મહારાષ્ટ્રની પુણે પોલીસે એક સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. આ ખુલાસા પ્રમાણે માઓવાદીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજવવા માંગતા હતાં. માઓવાદીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની માફક જ આત્મઘાતી હુમલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માંગતા હતાં.

પુણે પોલીસે આ બાબતનો ખુલાસો કરતો એક પત્ર પણ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે 1લી જાન્યુઆરી, 2018ના રોજ પુણેના જ ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસાના મામલે રોના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે અને સુરેન્દ્ર ગડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પુને પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા આ પાંચ આરોપીઓમાંથી એક આરોપીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં જે રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

ફરિયાદી પક્ષના વકીલ ઉજ્જવલા પવારે કહ્યું હતું કે, પાંચ આરોપીમાંથી વિલ્સન નામના આરોપીના દિલ્હી સ્થિત ઘરેથી પત્ર મળી આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, M-4 રાઈફલ અને હથિયાર ખરીદવા માટે આઠ કરોડ રૂપિયાની જરૂર છે.

વિલ્સનના ઘરેથી મળી આવેલા આ પત્રમાં ‘રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુનાના જોઈંટ પોલીસ કમિશ્નર રવીંદ્ર કદમે જણાવ્યું હતું કે, વિલ્સનના ઘરેથી મળી આવેલો પત્ર સીપીઆઈ (માઓવાદી) સાથે સંકળાયેલા મિલિંદ તેલતુમ્બડેએ મોકલાવ્યો હતો.

આ પાંચેય પર પ્રતિબંધીત કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદ) સાથે જોડાયેલા હોવાનો અને ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. પોલીસે પાંચેય આરોપીઓને સેસન કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આ તમામને 14 જૂન સુધી પોલીસ હિરાસતમાં મોકલી આપ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન