મરાઠા સમાજને આરક્ષણનું ગાજર બતાવાયું હોવાનો NCPનો આક્ષેપ - Sandesh
  • Home
  • Mumbai
  • મરાઠા સમાજને આરક્ષણનું ગાજર બતાવાયું હોવાનો NCPનો આક્ષેપ

મરાઠા સમાજને આરક્ષણનું ગાજર બતાવાયું હોવાનો NCPનો આક્ષેપ

 | 12:43 am IST

। મુંબઈ ।

આર્થિક રીતે નબળા લોકો માટે દસ ટકા આરક્ષણની જોગવાઈ કરવા બંધારણીય સુધારો કરવામાં આવ્યો, તો રાજ્યમાં મરાઠા સમાજને ૧૬ ટકા આરક્ષણની જોગવાઈ શેના આધારે કરવામાં આવી? એવો સવાલ કરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)એ મરાઠા સમાજને આરક્ષણનું ગાજર બતાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

મરાઠા સમાજ રાષ્ટ્રવાદી કોંગ્રેસની મતબેન્ક મનાતી હતી. ગઈ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મરાઠા મત મોટા પ્રમાણમાં ભાજપ અને શિવસેનાને ફાળે ગયા. એથી મરાઠા આરક્ષણનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે લેતાં આગામી ચૂંટણીમાં મરાઠા સમાજના મત મળવાની રાષ્ટ્રવાદી કોંગ્રેસને ખાતરી નથી. એથી આર્થિક રીતે નબળા લોકોના મુદ્દે ભાજપને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. આર્થિક રીતે નબળા લોકોને દસ ટકા આરક્ષણ માટે બંધારણીય સુધારો કરવામાં આવ્યો તો મરાઠા સમાજને ૧૬ ટકા આરક્ષણ શેના આધારે આપવામાં આવ્યું? એવો સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલે કર્યો હતો. રાજ્યસભામાં પણ પ્રફુલ્લ પટેલે આ જ પ્રશ્ન ઊભો કર્યો હતો.

મરાઠા સમાજને આરક્ષણ ૧૦ કે ૧૬ ટકા?

રાજ્યમાં ફડણવીસ સરકારના સાડાચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે અને ૭૨,૦૦૦ જગ્યાઓની મેગાભરતી કરવામાં આવનાર છે. આ ભરતીમાં મરાઠા સમાજને આરક્ષણ ૧૦ ટકા મળશે કે ૧૬ ટકા? એવો સવાલ પણ પ્રફુલ્લ પટેલે કર્યો હતો. મરાઠા આરક્ષણના મુદ્દે ભાજપને તકલીફમાં મૂકવાનો રાષ્ટ્રવાદીનો દાવ હોવાનું પટેલના વલણથી લાગી રહ્યું છે.

;