- Home
- Photo Gallery
- PHOTOS: શારીરિક અડપલાંના નામે તોડપાણી કરતી અભિનેત્રી, આ રીતે ફસાવે છે અભિનેતાને..!!

PHOTOS: શારીરિક અડપલાંના નામે તોડપાણી કરતી અભિનેત્રી, આ રીતે ફસાવે છે અભિનેતાને..!!
મરાઠી ઈન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી અને ડાન્સર સારા શ્રવણને પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સકંજામા લીધી છે. સારા પર લાખો રૂપિયા જબરદસ્તી વસુલવાનો આરોપ છે. મુંબઈમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. લોકો સારા શ્રવણને સારા સોનવણેના નામથી પણ ઓળખે છે.
એક વેબ પોર્ટલમા અહેવાલ અનુસાર આ મામલે સારા સિવાય બીજા 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રીએ સુભાષ યાદવ નામના એક નવોદિત અભિનેતા સાથે કામ કર્યું હતું. ફિલ્મ પુરી થયા બાદ સારાએ તેના પર છેડછાડના આરોપો નાખ્યા.
પોલીસના અહેવાલ પ્રમાણે આ મામલે વચ્ચેના માણસ તરીકે રામ જગદાલેએ કામ કર્યું હતું. સુભાષ યાદવે પોતાના કૃત્ય માટે માફી માંગતો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો બધાને ન મોકલવાનું કહીં ધમકી મારી જગદાલેએ 15 લાખ રૂપિયાની માગ કરી. પરંતુ એક બીજી અભિનેત્રીના હાથમાં આ વીડિયો ક્લિપ આવી ગઈ અને એણે વાયરલ કરી દીધી. વીડિયો વાયરલ થયા બાદ સુભાસે પોલીસનો સંપર્ક કર્યો અને વસુલીનો કેસ દાખલ કર્યો. પોલીસે કેસ હેઠળ સારાને તાત્કાલિક લોકરમાં બંધ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન