- Home
- Entertainment
- Bollywood
- ફિલ્મ જગતને ખોટ! મહાન સિંગરનું રોડ અકસ્માતમાં નિધન, અમેરિકાથી શો કરીને ઘરે આવતી’તી

ફિલ્મ જગતને ખોટ! મહાન સિંગરનું રોડ અકસ્માતમાં નિધન, અમેરિકાથી શો કરીને ઘરે આવતી’તી

મરાઠી ફિલ્મની મશહુર સિંગર ગીતા માલીનું રોડ એક્સિડન્ટમાં મોત નિપજ્યું છે. આ અકસ્માત મુંબઈ આગરા હાઈવે પર થયો છે. અમેરિકાથી પરત આવીને તે પોતાના પતિ વિજય સાથે નાસિક જવા માટે નીકળી હતી. ગીતા જે કારમાં જઈ રહી હતી તે કાર રસ્તાના કિનારા પર રહેલા કન્ટેનરમાં ઘુસી ગઈ.
આ અકસ્માતમાં ગીતા અને તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે. શાહપુર સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ ત્યાં ગીતાનું મોત થયું છે. વિજય માલીની હાલત હજુ ગંભીર છે. અમેરિકાથી મુંબઈ પહોંચીને ગીતાએ એક સેલ્ફી પણ લીધી હતી અને ફેસબૂક પર અપલોડ કરી લખ્યું હતું કે, જનની જન્મભુમિ સ્વર્ગથી પણ મહાન છે. લાંબા સમય બાદ ઘરે પરત ફરીને ખુશ છું.
ગીતાએ ઘણા મરાઠી ફિલ્મો માટે ગીતો ગાયા છે. એ સિવાય તેણે ગંગા મ્યૂઝિકલ બેન્ડ પણ બનાવ્યું હતું. ગીતા તેના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં કાર્યક્રમ પુરો કરીને ગુરુવારે ભારત આવી હતી. બંન્નેને 12 વર્ષનો એક દીકરો પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન