લાખો રાજકોટવાસીઓએ દોડ લગાવી, CMએ વિક્લાંગ બાળકને ઊંચકી લીધો, જુઓ Photos - Sandesh
  • Home
  • Photo Gallery
  • લાખો રાજકોટવાસીઓએ દોડ લગાવી, CMએ વિક્લાંગ બાળકને ઊંચકી લીધો, જુઓ Photos

લાખો રાજકોટવાસીઓએ દોડ લગાવી, CMએ વિક્લાંગ બાળકને ઊંચકી લીધો, જુઓ Photos

 | 12:02 pm IST

રાજકોટમાં આયોજીત એશિયાસ્તરની ફૂલ મેરેથોન આજે વહેલી સવારે શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે પાંચ વાગ્યે સીએમ વિજય રૂપાણીએ લીલીઝંડી બતાવીને મેરેથોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આજે રવિવારે રાજકોટવાસીઓએ એક નવો ઈતિહાસ આલેખવા દોડ લગાવી છે. ૧૪૦૪ દિવ્યાંગો સહિત ૬૪,૧૬૦ નોંધાયેલા સ્પર્ધકો સહિત અંદાજે બે લાખ લોકો મેરેથોન-ર૦૧૮માં ભાગ લેવા માટે દોડ્યા છે. મેરેથોનનો બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિત સામાન્ય જન સાથે વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકારણીઓ, વિદેશીઓ મેરેથોનમાં દોડ્યા છે.

આ સમયે એક ખાસ ક્ષણ રાજકોટવાસીઓને જોવા મળી હતી. કાંખઘોડી અને પોતાના આત્મવિશ્વાસ પર દિવ્યાંગોને દોડતા જોઇ રૂપાણી અને તેમના પત્ની ગદગદ્દીત થઇ ગયા હતા. જો કે રૂપાણીએ એક વિક્લાંગ બાળકને તેડી પણ લીધો હતો. અને બાળકે પણ નિર્દોષતાથી રૂપાણીના ગાલે પપ્પી કરી લીધી હતી.