ટેનિસ કોર્ટમાં વાપસી કરતાં પહેલા શારાપોવા ઉતરી બોક્સિંગ રિંગમાં

85

રશિયાની ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા પર લાગેલો 15 મહિનાનો પ્રતિબંધ આગામી એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. શારાપોવા જર્મનીમાં રમાનારી સ્ટટગાર્ટ ઓપનર દ્વારા ટેનિસ કોર્ટ પર વાપસી કરશે. શારાપોવાને એક ચેટ શોમાં પુછવામાં આવ્યું હતું કે, તેને કઈ વાતનો અફસોસ છે અને તેમાંથી તે શું શીખ મેળવી. આ અંગે શારાપોવાએ કહ્યું કે, તેણે આ સમયનો ફાયદો ઉઠવ્યો હતો અને મજા માણી હતી.

ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત દવાઓના સેવન બદલ શારાપોવા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો જેને પાછળથી ઘટાડી 15 મહિનાનો કરી દેવાયો હતો. શારાપોવાએ કહ્યું કે, આ સમય દરમિયાન પોતાની જાતને ફિટ રાખવા માટે બોક્સિંગની પ્રેક્ટિસ કરી હતી, જેમાં ઘણી મજા આવી હતી. તેણીએ કહ્યું કે, કેટલાક લોકોના મોઢા પર પંચ મારવા માગે છે અને બોક્સિંગ કિટમાં તેમના ચહેરાઓની કલ્પના કરી અભ્યાસ કરતી હતી. જો કે, તેણીએ એ કહ્યું નહોતું કે, કોના ચહેરા પર પંચ મારવા માગે છે.

શારાપોવાએ કહ્યું કે, તણી પાસે ઘણો લાંબો સમય હતો જેનો સદુપયોગ કરવાનો હતો. આથી આ દરમિયાન મારા જીવન પર એક પુસ્તક લખી છે જે આગામી સપ્ટેમ્બરમાં છપાશે. આ ઉપરાંત પોતાના બિઝનેસને આગળ વધારવા માટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.