મારી વાઇફને HIV છે, તો શું કરવું જોઇએ ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • મારી વાઇફને HIV છે, તો શું કરવું જોઇએ ?

મારી વાઇફને HIV છે, તો શું કરવું જોઇએ ?

 | 3:36 am IST

મૂંઝવણ

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે, હું અપરિણીત પુરુષ છું. હું જ્યારે માસ્ટરબેશન કરું છું, ત્યારે જ્યાં સુધી સીમન ન નીકળે ત્યાં સુધી મને આનંદ મળે છે, પણ જ્યારે સીમન બહાર નીકળે અને પેનિસ નોર્મલ થઇ જાય છે, તે સમયે હું નિરાશ થઇ જાઉં છું. તો તે માટે શું કરવું જોઇએ, મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ : ખબર નથી પડતી કે તમે નિરાશ શા માટે થવો છો. માસ્ટરબેશન કરો ત્યાર બાદ સીમન નીકળે તે સામાન્ય બાબત છે, તેમાં તમારે નિરાશ થવાની જરૂર નથી. સીમન બહાર નીકળે ત્યાર બાદ પેનિસ નોર્મલ થઇ જશે આ વાત તમે જાણો છો, જે કુદરતી પ્રક્રિયા છે. તમને નિરાશા કદાચ એ વાતે થાય છે કે ઊંડે ઊંડે તમારા મનમાં એ માન્યતા ઘર કરી ગઈ છે કે માસ્ટરબેશન ખરાબ કામ છે. સીમન ન નીકળે ત્યાં સુધી ઉત્તેજના હોવાથી તમને આનંદ મળે છે. સીમન નીકળ્યા પછી ઉત્તેજના શમી જતાં તમારા મનના ઊંડાણમાંથી ખોટું કામ કર્યાની લાગણી જોર પકડે છે અને તમે નિરાશ થઈ જાવ છો. જો ભાઇ, તમે આ રીતે નિરાશા અનુભવશો તો તમારા લગ્ન બાદ પણ તમે હેરાન થશો, બની શકે છે, કે તમે ડિપ્રેશનના શિકાર બનો. માટે મક્કમ રીતે માની લો કે માસ્ટરબેશન ખરાબ હોવાની બધી જ વાતો નકામી છે, બકવાસ છે. એમાં તમે માનસિક થેરાપિસ્ટની મદદ લઈ શકશો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષની છે, મને માસ્ટરબેશનની હેબિટ પડી ગઇ છે, હવે જ્યારે હું સેક્સ સમયે ઇન્ટરકોર્સ કરવાનો પ્રયત્ન કરું છું. તો તેમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. તેના કારણે ઘણી વખત ડિપ્રેશનમાં આવી જઉં છું ? હું શું કરું આ હેબિટને દૂર કરવા, મારી મદદ કરો મને યોગ્ય જવાબ આપો.

જવાબ : અગાઉ પણ અમે જણાવ્યું છે કે માસ્ટરબેશન કરવું તેમાં કંઇ ખોટું નથી. તેનાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી. તમે જણાવ્યું કે તમને માસ્ટરબેશનની હેબિટ થઇ ગઇ છે, તો આ હેબિટ થવી તે કુંવારા હોવ ત્યારની કુદરતી સામાન્ય ઘટના છે. તમે થોડો મનો નિગ્રહ કરો, મનોબળ મજબૂત રાખો. તમે જેને પ્રોબ્લેમ કહ્યો છે એ તરત જ સ્ખલન થઈ જવાનો હોઈ શકે. એ પ્રોબ્લેમ નથી. ઇન્ટરકોર્સ વખતે શું પ્રોબ્લેમ થાય છે તેના વિશે તમે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. એ વિશે ખુલાસો કરશો તો વધારે સ્પષ્ટ જવાબ આપી શકીશું.

પ્રશ્ન : હું ૨૨ વર્ષનો અપરણીત પુરુષ છું, હું છેલ્લા ઘણા વર્ષથી માસ્ટરબેશન કરું છું. ક્યારેક દરરોજ કરું તો ક્યારેક દિવસમાં ૧૦-૧૫ દિવસમાં એક પણ ન કરી શકું, તો શું આગળ જતા મારી સેક્સ લાઇફમાં કોઇ તેનાથી મુશ્કેલી આવી શકે ખરી ? અને હું જ્યારે ખૂબ જ ઉત્તેજિત્ત થઇ જાઉં છું. ત્યારે માત્ર પેનિસ પર હાથ ફેરવતાં જ ડિસ્ચાર્જ થવા લાગે છે. તેના કારણે ઘણી વખત યુરિન વારંવાર જવું પડે છે. યુરિન જતી વખતે બળતરા સાથે દુખાવો થાય છે તો હું શું કરું મને વિગતે માહિતી આપો.

જવાબ : માસ્ટબેશનમાં કોઈ ખરાબી નથી. એમાં કોઈ નુકસાન થતંુ નથી. તમે જણાવ્યું તે પ્રમાણે તમે ક્યારેક ૧૦-૧૫ દિવસમાં એક દિવસ પણ નથી કરી શક્તા એ પુુરાવો છે કે તમે માસ્ટરબેશનના માનસિક ગુલામ નથી થઈ ગયા. એ ખૂબ સારી વાત છે. તમારી સેક્સ લાઇફમાં કોઇ જ પ્રકારનું નુકસાન નહીં થાય. વધારે પડતી ઉત્તેજના થાય ત્યારે પ્રજનનાગને સ્પર્શ માત્ર કરતાં ડિસ્ચાર્જ થાય તે સામાન્ય બાબત છે. આવું મહિલાઓને પણ થાય છે. હા, યુરિન જતી વખતે બળતરા થવા અને દુખાવો થવો તે ગંભીર બાબત છે તમને કોઈક પ્રકારનું યુરિન ઈન્ફેક્શન હોઈ શકે. તેથી તે માટે તમે ડોક્ટરને મળો. યાદ રહે તેને માસ્ટરબેશન સાથે કોઈ લેવાદેવા નથી.

પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષ છે, મને સ્વપ્નદોષ થઈ જાય ત્યારે મને પેનિસમાં દુખાવો થાય છે. હું શું કરું ? મને યોગ્ય માહિતી આપો.

જવાબ : તમારી ઉંમરે જો લગ્ન ન થયા હોય તો માસ્ટરબેશનની ટેવ જરૂર પડી જાય. એ કુદરતી છે. કોઈપણ કારણસર તમે માસ્ટરબેશન ન કરો તો આપણા શરીરમાં કુદરતે ગોઠવેલી ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે ઉંમરના કારણે જાગતી જાતીય (સેક્સની) ઉત્તેજના સતત તમારા મગજ પર દબાણ કર્યા કરે. એથી રોજબરોજના અન્ય બધા જ કામોમાં અડચણ પડે. એનાથી બચવા માટે કુદરતે એવી ઓટોમેટિક સિસ્ટમ બનાવી છે કે તમને સ્વપ્નમાં સેકસ ક્રિયા દેખાય. તમે સેક્સક્રિયા કરી રહ્યા હોવ એવું લાગે અને એમાં થતા બધાજ આવેગો અનુભવાય. પછી ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થઈ જાય. ડિસ્ચાર્જ થયેલું સીમન દ્રવ્ય તમારા વસ્ત્રોને ભીના કરી દે. એને આપણે સ્વપ્નદોષ કહીએ છીએ. એમાં દોષ શબ્દ સ્થાપિત હિતોએ જાણી જોઈને મૂક્યો છે. વાસ્તવમાં એ કોઈ જ દોષ નથી. સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. એની ચિંતા ન કરશો. લગ્ન થતાં જ તમે અસલી સેકસક્રિયા કરતા થઈ જશો એટલે એ આપોઆપ બંધ થઈ જશે. તેને વેટ ડ્રીમ(ભીનું સ્વપ્ન) કહે છે. તે ઘણી યુવતીઓને પણ થાય છે.

પ્રશ્ન : નમસ્તે સર, હું ૨૪ વર્ષનો પરણીત પુરુષ છું, મારી વાઇફને ૫ મહિનાની પ્રેગ્નન્સી હતી, તેને મિસકેરેજ થઇ ગયું છે. મારી વાઇફને HIV છે, તો હવે શું કરું ?

જવાબ : તમારો પણ ટેસ્ટ કરાવો. તમને પણ એચઆઈવી હશે. તમે પરસ્ત્રીગમન કરતાં હોવ તો તાત્કાલિક બંધ કરો. પત્નીને તાકીદ કરો કે પરપુરુષ ગમન કરતી હોય તો તાત્કાલિક બંધ કરી દે. બંને એચઆઈવીની સારવાર કરાવો. નિયમિત દવાઓ લો અને ડોક્ટરની સલાહને અનુસરો. તમે સેકસ માણી શકો છો, એમાં સલામતી માટે કોન્ડમ ચોક્કસ વાપરો. ડોક્ટર સાથે વાત કરી એમની સલાહ માનો. ફરી પત્નીને ગર્ભ રહે એવી ઈચ્છા હોય તો ડોક્ટરની સલાહ વગર એવું સાહસ ન કરતા.