ઇન્ડિયા ઓપન : સિંધુ-મારિન વચ્ચે ફાઇનલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઇન્ડિયા ઓપન : સિંધુ-મારિન વચ્ચે ફાઇનલ

ઇન્ડિયા ઓપન : સિંધુ-મારિન વચ્ચે ફાઇનલ

 | 1:19 am IST
  • Share

નવી દિલ્હી, તા. ૧

સાઉથ કોરિયાની સુંગ જી હ્યૂનને હરાવી પીવી સિંધુ ઇન્ડિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન-૨૦૧૭ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ સવા કલાક સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૨૧-૧૮, ૧૪-૨૧, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં સિંધુનો સામનો સ્પેનની કેરેલિના મારિન સામે થશે. મારિને જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૬, ૨૧-૧૪છી હાર આપી હતી. સિંધુ અને મારિન રિયો ઓલિમ્પિક-૨૦૧૬ની ફાઇનલમાં ટકરાયા હતા તે વખતે સિંધુને હારનો સામનો કરવો પડયો હતો ત્યારે આ વખતે સિંધુ પાસે મારિનને હરાવી બદલો લેવાની તક છે.

સિંધુ અને હ્યૂન વચ્ચે યોજાયેલા મુકાબલાના પ્રથમ સેટમાં સિંધુ ૩-૬થી પાછળ રહ્યા બાદ મેચમાં પરત ફરતાં ૭-૭ની બરાબરી કરી હતી. તે પછી ૧૦-૯ની લીડ મેળવ્યા બાદ પ્રથમ સેટના અંત સુધી લીડ જાળવી રાખતાં ૨૧-૧૮થી સેટ જીતી લીધો હતો.  બીજા સેટમાં સિંધુ લય ગુમાવતી જોવા મળી હતી જેને કારણે હ્યૂને ૭-૫ની લીડ મેળવ્યા બાદ ૧૧-૬ની લીડ મેળવી લીધી હતી. સિંધુએ મેચમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતમાં હ્યૂને ૨૧-૧૪થી બીજો સેટ જીતી લીધો હતો.  ત્રીજા સેટમાં સિંધુએ જોરદાર વાપસી કરતાં ૪-૦ની લીડ મેળવી લીધી હતી. હ્યૂને બે પોઇન્ટ મેળવી લીડ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિંધુએ તે પછી સતત ત્રણ પોઇન્ટ જીતી ૭-૨ની લીડ મેળવી લીધી હતી. હ્યૂને ત્યારબાદ ફરી બે પોઇન્ટ મેળવ્યા હતા ત્યારે સિંધુએ સતત ચાર પોઇન્ટ જીતી ૧૧-૪ની મજબૂત લીડ મેળવી હતી. તે પછી હ્યૂને મેચમાં પરત ફરતાં સિંધુને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિંધુએ ત્રીજો સેટ ૨૧-૧૪થી જીતી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. બંને વચ્ચે આ ૧૧મો મુકાબલો હતો જેમાં સિંધુએ સાતમી વખત જીત મેળવી હતી. આ પહેલાં બંને ગત વર્ષે ડિસેમ્બરમાં દુબઈ વર્લ્ડ સુપર સિરીઝમાં ટકરાયા હતા જ્યાં સિંધુનો પરાજય થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન