Marine Drive : Youth nabbed for rape and blackmail of his neighbour
  • Home
  • India
  • એક પેંડો ખવડાવી યુવતી સાથે કર્યું અધમ કૃત્ય, અશ્લિલ ફોટા પાડ્યા ને ગર્ભવતી બનાવી

એક પેંડો ખવડાવી યુવતી સાથે કર્યું અધમ કૃત્ય, અશ્લિલ ફોટા પાડ્યા ને ગર્ભવતી બનાવી

 | 12:03 am IST

પેંડામાં ઘેનની દવા ખવડાવી યુવતી પર બળાત્કાર કરનાર 20 વર્ષના યુવાનની મરીનલાઇન્સ પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીએ એ વખતે તેના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા અને ત્યાર બાદ એ ફોટાના આધારે તેના પર અવારનવાર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવી હતી. યુવતી બીમાર પડતાં ડોક્ટર પાસે ગઈ હતી ત્યારે ડોક્ટરે તેને જણાવ્યું હતું કે એ ગર્ભવતી છે. મરીન ડ્રાઇવ પોલીસે આરોપી યુવાન સામે બળાત્કાર સહિત આઇટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

મરીન ડ્રાઇવ પોલીસની હદમાં આવેલા એક વિસ્તારમાં આરોપી અને પીડિતા બંને રહે છે. તેઓ એક બીજાને ઓળખે છે. ફેબ્રુઆરી 2018માં આરોપીએ પીડિતાને એક પેંડો ખાવા આપ્યો હતો અને ત્યાર બાદ તેને ઘરે લઈ જઈ યુવતી ઘેનમાં સરી પડતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેને એ વાતની જાણ થઈ હતી. આરોપીએ તેને એમ કહીને ધમકાવી હતી કે તે જ્યારે બેશુદ્ધ હતી ત્યારે તેણે તેના અશ્લીલ ફોટા પાડી લીધા છે એથી આ ઘટના વિશે કોઈને જણાવવું નહીં.

એ પછી આરોપી અવારનવાર પીડિતાને એ અશ્લીલ ફોટા જાહેર કરી દેવાની ધમકી આપતો અને શરીર સુખની માગણી કરતો. પીડિતાએ તેને એ માટે ના પાડતા આરોપી યુવાને એે ફોટા તેના બે મિત્રને ફોરવર્ડ કર્યા હતા. એ પછી પીડિતા તેના તાબે થતાં અવારનવાર બળાત્કાર કરતો હતો. પીડિતા બીમાર પડતાં તે ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોક્ટરે તેને કહ્યું હતું કે એ ગર્ભવતી છે.આખરે યુવતીએ આ બાબતે મરીન ડ્રાઇવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. વધુમાં આરોપીએ તેના મિત્રોને પીડિતાના અશ્લીલ ફોટા ફોરવર્ડ કર્યા હતા એથી તેની સામે આઈટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.