આ Week ગૂગલ મેપમાં રસ્તો બતાવશે મારિયો, આ રીતે કરો Active - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ Week ગૂગલ મેપમાં રસ્તો બતાવશે મારિયો, આ રીતે કરો Active

આ Week ગૂગલ મેપમાં રસ્તો બતાવશે મારિયો, આ રીતે કરો Active

 | 1:12 pm IST

90ના દાયકાની સૌથી લોકપ્રિય ગેમ “મારિયો” નવા અવતાર સાથે જોવા મળશે. દુનિયાની સૌથી મોટી કંપની ગૂગલે ‘મારિયો’ ગેમ બનાવનાર કંપની નિનટેન્ડો સાથે 10 માર્ચને મારિયો ડે (MAR10) માટે કરાર કર્યો છે. પહેલા ગૂગલ મેપમાં નેવિગેશન દરમિયાન તીર ચાલતો નજરે પડતો હતો. હવે તીરની જગ્યાએ તમારા બાળપણનો સુપર હિરો મારિયો પોતાની કારમાં બેસીને ચાલતો નજરે પડે અને તમને રસ્તો બતાવશે.

જેના માટે ગૂગલે આને ટ્રાઈ કરીને પોતાનો અનુભવ તેની સાથે ટ્વિટર પર શેર કરવાનું કહ્યું છે. તમે મારિયો મોડવાળા નેવિગેશન રૂટનો સ્ક્રીનશોટ લઈને ગૂગલ મેપ્સને ટ્વિટર #MarioMaps હેશટેગ સાથે ટ્વિટ કરી શકો છો.

જો તમે મારિયોને પોતાના સ્માર્ટફોનમાં એક્ટિવેટ કરવા માંગો છો તો તેના માટે તમારે ગૂગલ મેપને અપડેટ કરવાનું રહેશે. આ એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી ગૂગલ મેપને અપડેટ કર્યા બાદ તમારૂ ડેસ્ટિનેશન નાખવું પડશે. ત્યાર બાદ સ્ટાર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ‘મારિયો મોડ’ એક્ટિવેટ થઈ જશે અને પછી તમે નેવિગેશન સ્ટાર્ટ કરી શકો છો. આમ સ્ટાર્ટ કર્યા બાદ તીરની જગ્યાએ મારિયો તમને રસ્તો બતાવશે. મારિયો મોડ તમારા ગૂગલ મેપમાં 10 માર્ચથી એક્ટિવેટ છે અને એક વીક સુધી ચાલશે.

મારિયો વીડિયો ગેમનો એક કેરેક્ટર છે. મારિયો ગેમ બનાવનાર કંપનીનું નામ નિનટેન્ડો છે. આ ગેમના નામ પર સ્પેનમાં એક રસ્તો પણ છે. આ ગેમ 13 સપ્ટેમબર 1985ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ગેમને સૌથી પહેલા જાપાનમાં રિલિઝ કરવામાં આવી હતી. 90ના દશકમાં આ સૌથી પોપ્યુલર વીડિયો ગેમ હતી. દુનિયાભરમાં આની 31 કરોડથી વધારે ગેમ વેચાઈ હતી. બાળકોમાં વચ્ચે આ ગેમ પ્રત્યે ગજબનો ઉત્સાહ જોવા મળતો હતો અને મારિયો તેમનો હિરો ગણાતો હતો. બાળકો તેના લોંગ જમ્પ અને ફાઈટને જોઈને ખુબ જ ખુશ થતાં હતા.