Mark Waugh Fun At Indian Batsman After Seeing Batting Against NZ
  • Home
  • Sports
  • Cricket
  • ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટરે ભારતીય બેટ્સમેનોની ઉડાવી ભયંકર મજાક, કહ્યું કે…

ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટરે ભારતીય બેટ્સમેનોની ઉડાવી ભયંકર મજાક, કહ્યું કે…

 | 4:54 pm IST

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપની સેમિ-ફાઇનલમાં ભારતની બેટિંગની પૉલ ખોલી દીધી. તેમનાં ઝડપી બૉલરોએ ભારતનાં મજબૂત ગણાતા ટૉપ ઑર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. ભારતની ખરાબ બેટિંગનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતે 5 રનની અંદર જ રોહિત, કોહલી અને કેએલ રાહુલ જેવા બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી.

સોશિયલ મીડિયા પર ઉડાવવામાં આવી  મજાક

ભારતને પોતાની ખરાબ બેટિંગનાં કારણે સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. ભારતની આ ખરાબ બેટિંગની મજાક સોશિયલ મીડિયા પર ઉડાવવામાં આવી અને આ મામલે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો પણ પાછળ રહ્યા નહીં. ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર માર્ક વૉએ પણ ભારતની બેટિંગને લઇને કટાક્ષ કર્યો છે.

ભારતનાં બેટ્સમેનોએ સ્વિંગ થતી બૉલિંગ ક્યારેય રમી જ નથી

પૂર્વ ક્રિકેટર માર્ક વૉએ બુધવારનાં ટ્વિટ કરીને ભારતીય બેટ્સમેનો પર પ્રશ્ન ઉઠાવ્યો. માર્ક વૉએ લખ્યું કે, “એવું લાગે છે કે ભારતનાં બેટ્સમેનોએ સ્વિંગ થતી બૉલિંગ ક્યારેય રમી જ નથી. કીવી બેટ્સમેનો શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ભારતને હવે ઋષભ પંત અને એમએસ ધોનીનાં માસ્ટરક્લાસની જરૂરિયાત છે, ત્યારે જ તે જીતી શકે છે.’ માર્ક વૉએ જ્યારે આ ટ્વિટ કર્યું ત્યારે ઋષભ પંત અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતા.

ભારતનાં ટૉપનાં 3 બેટ્સમેનો 1-1 રન બનાવીને આઉટ

ભારતયી બેટ્મેનો વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ 1-1 રન બનાવીને આઉટ થયા. આવું વન ડે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બન્યું જ્યારે ભારતનાં ટૉપનાં 3 બેટ્સમેનો 1-1 રન બનાવીને આઉટ થયા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન