Mark Wood: England fast bowler ruled out of third Test vs India
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડનો છઠ્ઠો પેસ બોલર ઈજાગ્રસ્ત, હવે માર્ક વૂડ ત્રીજી ટેસ્ટમાંથી બહાર

ઇંગ્લેન્ડનો છઠ્ઠો પેસ બોલર ઈજાગ્રસ્ત, હવે માર્ક વૂડ ત્રીજી ટેસ્ટમાંથી બહાર

 | 6:45 am IST
  • Share

હેડિંગ્લે ખાતે ભારત સામે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં ઇંગ્લેન્ડની ટીમને વધુ એક મોટો ફટકો પડયો છે અને તેનો પેસ બોલર માર્ક વૂડ પણ ઇજાગ્રસ્ત બન્યો છે અને તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારત સામેની વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડના છ પેસ બોલર વિવિધ ઇજાઓનો સામનો કરી રહ્યા છે. હેડિંગ્લે ટેસ્ટ ૨૫મી ઓગસ્ટથી રમાશે. પ્રથમ ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડને તેનો અનુભવી પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ગુમાવ્યા છે. ટેસ્ટ શ્રેણી પહેલાં જ બેન સ્ટોક્સને મેન્ટલ હેલ્થ અને આંગળીની ઇજાના કારણે બ્રેક લીધો છે. જોફ્રા આર્ચર અને ક્રિસ વોકિસ પણ ઇજાગ્રસ્ત હોવાના કારણે સિરીઝનો હિસ્સો બની શક્યા નથી. ઓલી સ્ટોન પણ પીઠની સમસ્યાના કારણે ટીમની બહાર છે. ઇંગ્લેન્ડ પાસે હવે માત્ર જેમ્સ એન્ડરસનના સ્વરૃપે એક માત્ર પેસ બોલર બચ્યો છે.  ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે વૂડને જમણા ખભામાં દુખાવો થઇ રહ્યો છે અને તે ભારત સામેની ત્રીજી ટેસ્ટ ગુમાવશે. માર્ક વૂડ તાજેતરમાં લોર્ડ્ઝ ખાતે રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ઇજાગ્રસ્ત થયો હતો અને બુધવારથી રમાનારી ત્રીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. તે ઇંગ્લેન્ડની ટીમ સાથે રહેશે અને મેડિકલ ટીમની નજર હેઠળ રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થશે.

માર્ક વૂડના સ્થાને સાકિબ મહેમૂદને તક મળશે

૨૪ વર્ષીય પેસ બોલર સાકિબ મહેમૂદને ત્રીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પાકિસ્તાન સામેની ત્રણ વન-ડેની શ્રેણીમાં સારા પ્રદર્શનના કારણે સાકિબે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ત્રણ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. સાકિબ સાત વન-ડેમાં ૧૪ તથા નવ ટી૨૦ મેચમાં સાત વિકેટ ઝડપી ચૂક્યો છે. જોકે તે હજુ સુધી ટેસ્ટ મેચ એક પણ રમ્યો નથી.

ત્રીજી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમ

જોઇ રુટ (સુકાની), મોઇન અલી, ક્રેગ ઓવરટન, જેમ્સ એન્ડરસન, જોની બેરિસ્ટો, રોરી બર્ન્સ, સાકિબ મહેમૂદ, ડેવિડ મલાન, ઓલી રોબિન્સન, જોસ બટલર, સેમ કરન, હસીમ હમીદ, ડેન લોરેન્સ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો