NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બજારમાં તેજી સાથે નફાવસૂલી જોવાય

બજારમાં તેજી સાથે નફાવસૂલી જોવાય

 | 2:50 am IST

અમદાવાદ, તા.૧૮

ફેટ-રેટની ફફડાટ સામે મોદી-મેજિક વધુ સ્ટ્રોંગધારણા મુજબ નિફ્ટીમાં ન્યુ રેકોર્ડ હાઇ તરફીની તેજી યથાવત્ રહી હતી. જેમાં શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટી ૯૨૧૮ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. તો સેન્સેક્સ ૨૯૮૨૫ થતાં બે વર્ષના ઊંચા સ્તરે ગયો છે. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના પ્રેશરથી બંને બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ ઘટયાં હતા. જેમાં સેન્સેક્સ ૬૩ પોઇન્ટના સુધારામાં ૨૯૬૪૯ અને નિફ્ટી ૬ પોઇન્ટ વધીને ૯૧૬૦ના સ્તરે બંધ રહ્યાં હતા. આ સાથે સેન્સેક્સમાં ૭૦૨ પોઇન્ટ (૨.૪ ટકા) અને નિફ્ટી ૨૨૫ પોઇન્ટ (અઢી ટકા)નો સાપ્તાહિક સુધારો નોંધાયો છે. જે સાત સપ્તાહનો બિગેસ્ટ જમ્પ છે. આ તેજીમાં વિદેશી રોકાણકારોની લેવાલીનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તે સિવાયના ઘણા સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ છે જેમણે પણ મોટી ભૂમિકા ભજવી છે. જેમાં ઇકોનોમિક રિફોર્મ્સ વધુ ઝડપી બનશે. જીએસટીનું અમલીકરણ, ડોલર સામે રૂપિયાની મજબૂતી, માઇક્રો ઇકોનોમિ સેક્ટરમાં રિકવરીના સંકેત, એક્સ્પોર્ટ્સ અને ટ્રેડ ડેફિસિટના પોઝિટિવ ડેટા છે.

ચલણી સ્ટોકમાં પણ ભારે મુવમેન્ટ રહેતા વિતેલ સપ્તાહમાં મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે ૪ ટકા અને ૩ ટકા ઊછળ્યાં છે. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ પોઝિટિવ રહ્યાં છે. જેમાં રિયલ્ટી ઇન્ડેક્સ પાંચ ટકા, એમએફમસીજી ૪.૭ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ૪.૪ ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૪.૩ ટકા, પાવર ઇન્ડેક્સ ૩.૩ ટકા અને મેટલ ઇન્ડેક્સ ૩ ટકા મજબૂત બન્યાં છે. તો હેવીવેઇટ્સ સ્ટોકમાં અદાણી પોર્ટ્સ ૮ ટકા, તાતા સ્ટીલ ૭.૩ ટકા, આઇટીસી ૫.૭ ટકા, સન ફાર્મા ૪.૭ ટકા, મારુતિ સુઝુકી, લાર્સન અને ઝ્રૈંઝ્રૈં બેન્કમાં ૪-૪ ટકાનો સુધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ કોલ ઇન્ડિયા ૮.૫ ટકા, ભારતી એરટેલ ૫ ટકા, ગેઇલ, ઓએનજીસ અને ટીસીએસ નજીવા ડાઉન હતા.

આગામી સપ્તાહે ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક લેવલે કોઇ મોટી આર્થિક ઘટના નથી. જેથી બજારની નજર જીએસટી બીલ, ડોલર સામે રૂપિયો, ક્રૂડ અને એફઆઇઆઇની મૂવમેન્ટ ઉપર રહેશે. જીએસટી દર અંગેના અહેવાલથી સ્ટોક સ્પેસિફિક વધ-ઘટ પણ જોવા મળી શકે છે. આમ તો ઇન્ટ્રા-ડે ૯૨૦૦ને સ્પર્શ્યા બાદ હવે નિફ્ટી ‘૯૨’ અને સેન્સેક્સ ૩૦,૦૦૦ઉપરનું ક્લોઝિંગ ક્યારે બનાવશે તેની રાહ જોવાઇ રહી છે.

માર્કેટ એનાલિસ્ટો વધઘટે બજારમાં આગેકૂચ જારી રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. હાલ તો સેન્સેક્સ તેની ૩૦૦૨૫ની ઓલટાઇમ હાઇથી ૩૭૫ પોઇન્ટ જેટલું છેટું છે. બજાર ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ બજારમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આ બાબત ધ્યાનમાં રાખતા બજારમાં એકંદરે કોન્સોલિડેશન જોવા મળશે. તેમ છતાં માર્કેટનો અંડરટોન મક્કમ રહેવાની ધારણા માર્કેટ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે.