Market Closed in Negative zone, Sensex plunged 240 Points
  • Home
  • Business
  • સપ્તાહના બીજા દિવસે પણ બજારમાં કડાકો યથાવત, સેન્સેકસ 240 અંક ગગડીને સેટલ

સપ્તાહના બીજા દિવસે પણ બજારમાં કડાકો યથાવત, સેન્સેકસ 240 અંક ગગડીને સેટલ

 | 4:21 pm IST

આજે પણ રોકાણકારો દ્વારા ઉપલા મથાળેથી વેચવાલી ચાલું રહેતા શેર બજાર ગગડીને સેટલ થયા છે. સેન્સેકસ મંગળવારે 240 અંક પટકાઈને 36,150 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 55 પોઈન્ટના ઘટાડા સાથે 10,830 નજીક બંધ આવ્યા છે. આજે બેંકિંગ સેક્ટરમાં સતત વેચવાલીને પગલે બજાર પર દબાણ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી સૂંચકાંક 217 અંક ગગડીને ટોચની સપાટી ગુમાવી 27,000ની નજીક સેટલ થયો છે. જોકે મિડકેપ ઈન્ડેક્સની વાત કરીએ તો હળવી ખરીદદારીને પગલે સૂચકાંક ગ્રીન ઝોનમાં બંધ આવ્યો છે.

આજના ટોપ લૂઝર્સની વાત કરીએ તો ભારતી ઈન્ફ્રા, હીરો મોટો કોર્પ, એચડીએફસી, એસબીઆઈ અને ICICI બેંકના શેર સૌથી વધુ પટકાયા છે. જ્યારે ઝી એન્ટરટેઈન્ટમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ , એનટીપીસી અને ઇશર મોટર્સમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. ઉપરાંત બે દિવસના પુલબેક બાદ આ એડીએજી શેરોમાં ફરી વેચવાલી જોવા મળી છે. રિલાયન્સ કેપિટલના શેરમાં ટોચની સપાટીએથી 2.5 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે રિલાયન્સ ઈન્ફ્રામાં 3.75 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત રિલાયન્સ પાવરનો શેર પણ 3 ટકા ગગડ્યો જ્યારે રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં પણ આજે દબાણ જોવા મળ્યું છે.

આ સિવાય સીએનજી પર સબ્સિડી સમાપ્ત થવાની અટકળોના લીધે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓના શેર ભાવમાં દબાણ જોવાયું છે. આઇજીએલ અને એમજીએલમાં 4 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે સીએનજી ગ્રાહકોને બજાર ભાવ પર ગેસ આપવા ભલામણ કરવામાં આવી છે જ્યારે પીએનજી ગ્રાહકોને ડીબીટીના માધ્યમથી સબ્સિડીની ભલામણ કરવામાં આવી છે. નોમૂરાને પણ કંપનીઓ માટે નેગેટિવ ગણવામાં આવ્યું છે.

મંગળવારે ટ્રેડિંગ દિવસના અંતે બીએસઈના 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેકસ 241.11 અંક અથવા 0.66 ટકા ગગડીને 36,153.62 પર બંધ આવ્યો જ્યારે એનએસઈના 50 શેરવાળા ઈન્ડેક્સ નિફ્ટી 57.40 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટી 10,831.40ના લેવલે બંધ આવ્યા છે.