બજારમાં આગેકૂચ ધીમી પડવાની શક્યતા - Sandesh

બજારમાં આગેકૂચ ધીમી પડવાની શક્યતા

 | 2:24 am IST

F&O ફંડાઃ  જતિન સંઘવી

૧૧,૬૦૦ના સ્તરે પ્રોફિટ બુકિંગની શક્યતાઃ છેલ્લાં આઠ સપ્તાહની જોરદાર તેજી દરમિયાન સેન્સેક્સ ૩,૫૦૦ પોઇન્ટ્સ અને નિફ્ટી લગભગ ૧,૦૫૦ પોઇન્ટ્સ વધી છે ત્યારે હવે તેજીમાં આગેકૂચ ધીમી પડે તેવી શક્યતા છે. વર્તમાન તેજીમાં સૂચકાંકોએ નોંધપાત્ર આગેકૂચ કર્યાં બાદ હવે કોન્સોલિડેશન અથવા કરેક્શનની સંભાવનાને નકારી શકાય નહીં. હકીકતમાં કોઈપણ કરેક્શન બજારની તંદુરસ્તી માટે આવકારદાયક છે કારણકે તેનાથી બજારમાં પુનઃઆગેકૂચનો આધાર સર્જાય છે. નિફ્ટીમાં ૧૧૪૯૯-૧૧૪૮૬ વચ્ચે મજબૂત સપોર્ટ જોવા મળશે, જે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર બુલિશ ગેપ છે. આ પહેલાં જ્યારે નિફ્ટીમાં કરેક્શન આવ્યું હતું ત્યારે બુલિશ ગેપ ઉપર સપોર્ટ મળ્યો હતો અને પરિણામે કરેક્શન થોડા સમય માટે જ ટક્યું હતું.

ટ્રાઇ-સ્ટાર ફોર્મેશનઃ દૈનિક ચાર્ટ્સ ઉપર નિફ્ટીએ દોજી અને સેન્સેક્સે સ્મોલ બ્લેક બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે, જે ન્યુટ્રલ ફોર્મેશન છે. જોકે, છેલ્લાં ત્રણ દિવસોમાં ન્યુટ્રલ ફોર્મેશન લગભગ ટ્રાઇ-સ્ટાર જેવાં જ હતાં. સોમવારે બેરિશ કેન્ડલ પેટર્નને પુષ્ટિ આપશે, જ્યારે કે સેન્સેક્સ ૩૮,૪૮૭ અને નિફ્ટી ૧૧,૬૨૦ની ઉપર બંધ આવશે તો પેટર્ન નકારાઇ જશે. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ સ્મોલ વ્હાઇટ બોડી કેન્ડલનું અપર શેડો સાથે નિર્માણ કર્યું છે. ડેઇલી કેન્ડલસ્ટિક ફોર્મેશન ઉપર માર્કેટમાં પીછેહઠ, જ્યારે કે સાપ્તાહિક ધોરણે પોઝિટિવ વલણની શક્યતા જોવાઇ રહી છે.

વિકલી ગેપનું નિર્માણઃ ગત સપ્તાહે સેન્સેક્સમાં ૩૮,૦૫૦-૩૮,૦૨૨ અને નિફ્ટીમાં ૧૧,૪૯૯-૧૧,૪૮૬ વચ્ચે વધુ એક બુલિશ ગેપનું નિર્માણ થયું હતું. આ ગેપ સૂચકાંકોને મજબૂત સપોર્ટ પૂરો પાડશે કારણકે તેનું નિર્માણ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ બંને ઉપર થયું છે.

બુલિશ ગેપનો સપોર્ટઃ ઉપરોક્ત દર્શાવેલી બુલિશ ગેપ (સેન્સેક્સ – ૩૮,૦૫૦-૩૮,૦૨૨ અને નિફ્ટી – ૧૧,૪૯૯-૧૧,૪૮૬) વર્તમાન તેજીમાં ત્રીજી બુલિશ ગેપ છે. વર્તમાન તેજીમાં વધુ બે બુલિશ ગેપ જોવા મળી છે, જેણે માર્કેટને સપોર્ટ આપ્યો છે અને આ પ્રક્રિયામાં સૂચકાંકોએ બાઉન્સ બેક થતાં પહેલાં હાયર બોટમનું નિર્માણ કર્યું છે. ઉપરોક્ત બુલિશ ગેપની નીચે સૂચકાંકો સરકશે તો માર્કેટ સેન્સેક્સમાં ૩૭,૬૪૩-૩૭૫૮૨ અને નિફ્ટીમાં ૧૧,૩૦૭-૧૧,૩૬૮ની બીજી બુલિશ ગેપનો સપોર્ટ લેશે. પ્રથમ બુલિશ ગેપ સેન્સેક્સમાં ૩૭૧૩૧-૩૭,૦૬૧ અને નિફ્ટીમાં ૧૧,૨૧૦-૧૧,૧૮૫ વચ્ચે છે, જે માર્કેટ માટે અત્યંત મજબૂત સપોર્ટ છે.

રાઉન્ડિંગ બોટમ ટાર્ગેટ – ૧૨૩૯૧ : સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૪૦,૪૦૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૨૩૯૧ છે. આ ઉપરાંત બંન્ને સૂચકાંકોએ બુલિશ કપ એન્ડ હેન્ડલ પેટર્ન પૂર્ણ કરી હતી, જે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૯,૫૦૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૧,૯૦૭ છે. જો સેન્સેક્સ ૩૪,૯૩૭ અને નિફ્ટી ૧૦,૫૫૭ની ઉપર જળવાઇ રહેશે તો ઉપરોક્ત ટાર્ગેટ હાંસલ કરી શકાશે.

ટ્રેન્ડમાં મજબૂતાઇઃ આ સપ્તાહે બંન્ને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૭,૭૫૩ અને નિફ્ટી – ૧૧,૪૦૫)ની ટૂંકાગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૬,૬૩૮ અને નિફ્ટી – ૧૧,૦૭૫)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૪,૮૦૯ અને નિફ્ટી – ૧૦,૬૪૧)ની લાંબાગાળાની સરેરાશ ઉપર જળવાયેલા છે. આમ ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાનું વલણ તેજીમય જોવાઇ રહ્યું છે.

તેજીનો સંકેત આપતાં ઓસિલેટર્સ : એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને  પોઝિટિવ છે અને ખરીદીના મોડમાં છે. આરએસઆઇ (૬૮) મજબૂત તેજીની સંભાવના વ્યક્ત કરે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર %K (૮૯) એ %Dની નીચે છે અને તેથી વેચાણ મોડમાં છે. એડીએક્સ વધીને ૪૦ના સ્તરને સ્પર્શ્યો છે, જે મજબૂત આગેકૂચનો સંકેત છે. દિશાસૂચક સૂચકાંકો ખરીદીના મોડમાં જળવાયેલા છે કારણકે +DI એ -DI MFIની ઉપર છે. એમએફઆઇ (૬૪) બજારમાં નાણાનો સકારાત્મક પ્રવાહ સૂચવે છે. ઓબીવી સતત હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. બોલિંજર બેન્ડમાં ખરીદીનું સિગ્નલ છે. આમ ઓસિલેટર્સ તેજી તરફી ઝોંકની શક્યતા દર્શાવે છે.

ઓપ્શન વિશ્લેષણ

ઓગસ્ટ શ્રેણી માટેના ઓપ્શન આંકડા અનુસાર ૧૧૬૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૧૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળી શકે છે. આમ ઓપ્શન આંકડા ૧૧૬૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૧૦૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.