બજારમાં મંદી વધુ આકરી બનવાની શક્યતા   - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

બજારમાં મંદી વધુ આકરી બનવાની શક્યતા  

 | 12:17 am IST

F&O ફંડા :- જતિન સંઘવી

રેન્જ – બેરિશ બ્રેકઆઉટ અપેક્ષિતઃ  

ગત અહેવાલમાં ઉલ્લેખ કર્યાં મુજબ કરેક્શન હજી પૂર્ણ થયું નથી. અપેક્ષા મુજબ જ પુલ બેક જોવા મળ્યું છે અને ટ્રેડિંગ રેન્જ (નિફ્ટી ૧૦,૭૦૦-૧૦,૩૦૦) તૂટવાની પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ૧૦,૩૭૮ના સ્તરે મહત્ત્વપૂર્ણ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટશે તો નિફ્ટી ૧૦,૨૭૬ના અગાઉના નીચા સ્તર તથા ૨૦૦ ડીએમએ (૧૦,૧૨૦)ને સ્પર્શે તેવી શક્યતા છે.

બેન્ક નિફ્ટી પીછેહઠને બળ આપશેઃ  

વૈશ્વિક માર્કેટમાં નબળાઈ તથા સ્થાનિક સ્તરે જાહેરક્ષેત્રની બેન્કો સાથે છેતરપિંડીના કેસ પ્રકાશમાં આવતા માર્કેટમાં મંદી જોવાઈ રહી છે. બેન્કિંગ સેક્ટરમાં નબળાઈની અસર બેન્ક નિફ્ટી ઉપર વર્તાઈ છે. બેન્ક નિફ્ટી ૨૪,૭૦૦ની નીચે બંધ આવશે તો તેમાં વધુ ૧,૫૦૦-૨,૦૦૦ પોઇન્ટનું ગાબડું પડી શકે છે. આ સંજોગોમાં માર્કેટમાં પીછેહઠ માટે બેન્ક નિફ્ટી વધુ જવાબદાર રહેશે. છેલ્લાં ૧૩ મહિનામાં પ્રથમવાર મોટું કરેક્શન આવી રહ્યું રોકાણકારોએ વોલેટાલિટી માટે તૈયારી રાખવી પડશે. કરેક્શન વધુ આકરું બનશે અને નિફ્ટી ચાર આંકડામાં આવે તો નવાઇ નહીં.

માસિક ચાર્ટ ઉપર બેરિશ એંગલ્ફિંગઃ  

દૈનિક ચાર્ટ ઉપર સેન્સેક્સ અને નિફ્ટીએ સ્મોલ બ્લેક બોડી સ્પિનિંગ ટોપનું નિર્માણ કર્યું છે. સાપ્તાહિક ચાર્ટ ઉપર બંને સૂચકાંકોએ અપર શેડો સાથે સ્મોલ બ્લેક બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે. અપર શેડો ઊંચા સ્તરે વેચવાલીના દબાણનો સંકેત આપે છે. માસિક ચાર્ટ ઉપર નિફ્ટીએ બેરિશ એંગલ્ફિંગ પેટર્નનું નિર્માણ કર્યું છે. આ બેરિશ રિવર્ઝલ પેટર્ન આગામી કેટલાંક મહિનાઓમાં મંદીને બળ આપી શકે છે. આમ કેન્ડલસ્ટિક વિશ્લેષણ દૈનિક, સાપ્તાહિક અને માસિક ચાર્ટ ઉપર મંદીની સંભાવના દર્શાવે છે.

ટ્રેન્ડલાઇન સપોર્ટ મહત્ત્વપૂર્ણ  

સેન્સેક્સમાં ૩૩,૭૭૮ અને નિફ્ટીમાં ૧૦,૩૭૮ ઉપરના મજબૂત ટ્રેન્ડલાઇનથી માર્કેટને છેલ્લાં ત્રણ સપ્તાહથી ટેકો મળ્યો છે. એકવાર ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટયાં બાદ ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૨,૬૭૬ અને નિફ્ટી – ૧૦,૧૨૦)ની લાંબાગાળાની સરેરાશને સ્પર્શવાની સંભાવના છે.

બાઉન્સ-બેક પૂર્ણ થયું  

સેન્સેક્સમાં ૩૩,૪૮૨ અને નિફ્ટીમાં ૧૦,૨૭૬ના વચગાળાના બોટમના નિર્માણ બાદ બાઉન્સ બેક (સેન્સેક્સ – ૩૪,૬૧૩-૩૪,૯૬૩-૩૫,૩૧૩ અને નિફ્ટી – ૧૦,૬૧૮-૧૦,૭૨૪-૧૦,૮૩૦) જોવા મળ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે અને હવે આપણે ઉપરોક્ત દર્શાવેલા વચગાળાના બોટમને ટેસ્ટ કરવા પીછેહઠ કરી રહ્યા છીએ. જો સેન્સેક્સ ૩૫,૩૧૩ અને નિફ્ટી ૧૦,૮૩૦ની ઉપર બંધ આવે તો જ ટ્રેન્ડ રિવર્સ થશે.

૧૦,૭૦૨-૧૦,૭૩૬: રેઝિસ્ટન્સ ઝોનઃ  

સેન્સેક્સે ૩૪,૮૭૪-૩૫,૦૦૬ અને નિફ્ટીએ ૧૦,૭૦૨-૧૦,૭૩૬ વચ્ચે વિકલી બેરિશ ગેપનું નિર્માણ કર્યું છે. આ ગેપને વર્તમાન ઘટાડા (સેન્સેક્સ – ૩૪,૯૬૩ અને નિફ્ટી ૧૦,૭૨૪)ના ૫૦ ટકા રિટ્રેસમેન્ટથી બળ મળ્યું છે. વિકલી બેરિશ ગેપને મજબૂત રેઝિસ્ટન્સની મદદ મળી છે અને પરિણામે મજબૂત રેઝિસ્ટન્સ ઝોનમાં કોન્ફ્લ્યુઅલન્સ રચાશે.

મંદીનો સંકેત આપતા ઓસિલેટર્સ  

એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને નેગેટિવ છે અને વેચાણ મોડમાં છે. આરએસઆઇ (૪૩) મંદી તરફી વલણ સૂચવે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર વેચાણ મોડમાં છે. એડીએક્સ ૨૬ના સ્તરે પીછેહઠમાં કોન્સોલિડેશન દર્શાવે છે. દિશાસૂચક સૂચકાંકો વેચાણ મોડમાં છે એમએફઆઇ (૪૨)ના સ્તરે બજારમાં નાણાંનો નકારાત્મક પ્રવાહ સૂચવે છે. ઓબીવી વેચાણ મોડમાં જળવાયેલો છે. આમ ઓસિલેટર્સ નજીકના સમયગાળામાં મંદી તરફી વલણની શક્યતા વ્યક્ત કરે છે.

આ સપ્તાહની ભલામણો

સ્ટોક                              CMP   SL      Tgt-૧ Tgt-૨

વેચો BajajAuto          ૩૦૨૧ ૩૦૮૧ ૨૯૨૯ ૨૮૩૧

વેચો ReLInfra               ૪૪૨   ૪૫૨   ૪૨૭   ૪૧૧

વેચો YesBank              ૩૨૧   ૩૨૮   ૩૧૦   ૨૮૯

વેચો UPL                     ૭૧૪   ૭૩૧   ૬૮૮   ૬૬૧

વેચો JindaLSteeL       ૨૪૯   ૨૫૬   ૨૩૮   ૨૨૬

ઓપ્શન વિશ્લેષણ

માર્ચ શ્રેણી માટેના ઓપ્શન આંકડા અનુસાર ૧૦,૮૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ તથા ૧૦,૪૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળી શકે છે. આમ ઓપ્શન આંકડા ૧૦,૮૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૦,૪૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.

                S                  S                     S                   CLOSE    R              R૨     R

નિફ્ટી  ૧૦૧૪૧        ૧૦૨૩૨        ૧૦૩૪૦        ૧૦૪૫૮            ૧૦૫૫૨      ૧૦૬૩૭        ૧૦૭૩૬

સેન્સેક્સ ૩૨૮૮૬        ૩૩૩૨૧        ૩૩૬૯૧                ૩૪૦૪૬   ૩૪૩૪૨      ૩૪૬૬૬        ૩૫૦૦૬

;