Market regulator SEBI is going to take a special initiative to protect investors
  • Home
  • Business
  • SEBI આપી રહી છે એક કરોડ રૂપિયાનું ઇનામ, કરવું પડશે માત્ર આ કામ

SEBI આપી રહી છે એક કરોડ રૂપિયાનું ઇનામ, કરવું પડશે માત્ર આ કામ

 | 2:38 pm IST

માર્કેટ રેગ્યુલેટર સેબી રોકાણકારોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી રહી છે. આ અંતર્ગત કંપનીઓમાં ઇનસાઇડ ટ્રેડિંગ વિશે જાણકારી આપનારા લોકોને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મળી શકે છે. ગોપનીય જાણકારી આપવા માટે એક અલગ હોટલાઇન પણ રાખવામાં આવી છે. તપાસમાં સહયોગ કરવા પર સામાન્ય ભૂલો માટે માફી અથવા સમાધાન કરાર પણ થઈ શકે છે.

અહિંયા જણાવી દઇએ કે, જ્યારે કંપનીના મેનેજમેન્ટથી સંકળાયેલ વ્યક્તિ અંદરની જાણકારી પ્રમાણે શેર ખરીદે અથવા વેચાણ કરીને કમાણી કરે છે તો તેને ઇનસાઇડ ટ્રેડિંગ અથવા તેને બાતમીદાર વ્યવસાય કહે છે. આથી કંપનીમાં વિશ્વાસ દાખવનારા કોરકાણકારોને નુક્સાન થાય છે. હવે રોકાણકારોના આ નુકસાનને બચાવવા માટે સેબી કંપનીઓ પર કડકતા વધારવાની તૈયારી કરી રહી છે.

ક્રેડિટ રેટિંગ એજેન્સીઓ પર પણ સખત નજર નાંખવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહી નગર નિગમો દ્વારા સંસાધન મેળવવા મ્યુનિસિપલ અથવા ‘મુની બોન્ડ’ના મામલામાં પણ નિયમોને સરળ બનાવવા પર પણ નિર્ણય લઇ શકે છે. જો આવું થાય છે તો અન્ય ઉદ્યોગો અથવા મ્યુનિસિપાલિટીઝ જેવા કાર્યરત સંસ્થાઓ પણ ‘મુની બોન્ડ’ જારી કરીને ભંડોળ એકત્રિત કરી શકશે અને તેમને શેર માર્કેટમાં લિસ્ટેડ કરવામાં આવશે. ન્યૂઝ એજેન્સી પીટીઆઇ અનુસાર, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સેબી બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

શા માટે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પર કડક?

ખરેખર દેવામાં ડૂબેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (IL&FS) ના મામલામાં રેટિંગ એજેન્સીઓની ભૂમિકા શંકાનાં ઘેરામાં છે. કેટલીક રેટિંગ એજેન્સીઓ પર આરોપ છે કે તેમણે કંપનીના જોખમ વિશે જણાવ્યું નથી અને ખુબ જ વધારીને રેટિંગ આપ્યું. સેબીનું હવે રેટિંગ એજેન્સીઓને લઇ પોતાના નિયમોમાં સંશોધનનો પ્રસ્તાવ છે. આ એજેન્સીઓમે હવે આ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ કોઇ લિસ્ટેડ અથવા ગેરકાયદે લિસ્ટેડ કંપનીઓનું રેટિંગ આપકા પહેલા તેમના તાજેતરનાં અને ભવિષ્યમાં લેવામાં આવનાર લોન અંગે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત કરશે.

આ પણ જુઓ: વડોદરાના શહીદ જવાન અંતિમ વિદાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન