Market research analysts now qualify for H-1B visas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હવે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને પણ મળશે H-1B વિઝા : USCISનો નિર્ણય

હવે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને પણ મળશે H-1B વિઝા : USCISનો નિર્ણય

 | 7:45 am IST
  • Share

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) કે જે H-1B વિઝાનો ન્યાય કરે છે અને એક્સટેન્શન કરે છે તેણે આ વર્ક વિઝા માટે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને સ્પેશિયાલિટી ઓક્યુપેશન માટે પાત્રતા ધરાવતા ગણવા પડશે. નોંધનીય છે કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની પોઝિશન માટે H-1B વિઝા ઇશ્યૂ કરવાનો USCIS દ્વારા સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યા બાદ પાછલા વર્ષે અમેરિકન અદાલતમાં ક્લાસ એક્શન સ્યૂટ ફાઇલ કરવામાં આવ્યો હતો અને ઇમિગ્રેશન એજન્સીને સમાધાન કરવાની ફરજ પડી હતી. આ દાવામાં USCIS દ્વારા બિનકાયદાકીય એડજ્યુડિકેટિંગ પ્રેક્ટિસ અપનાવવામાં આવી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં લેબર ડિપાર્ટમેન્ટની ઓક્યૂપેશનલ આઉટલૂક હેન્ડબૂકના ખોટા અર્થઘટનનો પણ સમાવેશ થયો હતો. ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું અને ૧૦ દિવસ બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે.

આ કેસના કારણે વ્યાપક અસરો જોવાશે: ફરિયાદીના વકીલ । આ મેટર સાથે સંકળાયેલા અન્ય એક ઇમિગ્રેશન એટર્ની ચાર્લ્સ કૂકે ઉમેર્યું હતું કે અમને આનંદ છે કેUSCIS આ વિવાદનું સમાધાન કરવા, સેંકડો કેસ કે જેમાં તેણે કોઇ વિચારણા કર્યા વગર જ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટોને રિજેક્ટ કરી દીધા હતા તેની પુનઃવિચારણા કરવા તૈયાર થયું છે અનેH-1B એડજ્યૂડિકેશનની વચગાળાની માર્ગરેખાને સુધારવા સહમત થયું છે. આ કેસની અસર ફરિયાદીઓથી બહુ આગળ સુધી થશે અને તે એક ઉદાહરણ છે કે જે લોકો સરકાર સામે ઊભા રહી જાય છે તેઓ ફક્ત પોતાના કેસની જ મદદ નથી કરતાં સાથે તેની તૂટેલી સિસ્ટમની મરામત કરવાનો સ્રોત પણ બને છે. નોંધનીય છે કે પાછલા ડિસેમ્બરમાં કોમ્પ્યૂટર પ્રોગ્રામરની પોઝિશનને યુએસ અપીલ કોર્ટે સ્પેશિયાલિટી ઓક્યુપેશન ગણાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો