દિવાળી ટાંણે શેરબજારમાં આવી તેજી, ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું નિફ્ટી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દિવાળી ટાંણે શેરબજારમાં આવી તેજી, ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું નિફ્ટી

દિવાળી ટાંણે શેરબજારમાં આવી તેજી, ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું નિફ્ટી

 | 4:12 pm IST

આઈઆઈપી ગ્રોથમાં વધારો અને મોંઘવારીમાં ઘટાડો થવાનો ફાયદો ઘરેલુ શેર માર્કેટને મળ્યો છે. તેજ શરૂઆત કર્યા બાદ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. હાલ સેન્સેક્સ જ્યાં 321 અંક મજબૂત થઈને 32,502ના સ્તર પર છે, ત્યાં નિફ્ટી 94.20ના વધારાની સાથે 10189ના સ્તર પર રહ્યું છે.

શરૂઆતના કારોબારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા હેવીયેટ શેરોમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને અન્યએ સેન્સેક્સને મજબૂતી આપવાનું કામ કર્યુ છે. ગુરુવારે તેજ શરૂઆત થયા બાદ બજાર વધારાની સાથે બંધ થયું હતું. નિફ્ટી એકવાર ફરીથી 10 હજારને પાર પહોંચ્યું હતું. તો સેન્સેક્સ ફરી 32000ના આંકડાને પાર કરી ગયું હતું. નિફ્ટી 112ના અંકોના વધારાની સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં પણ 348નો વધારો રહ્યો હતો. નિફ્ટી 10096ના સ્તર પર રહ્યું. સેન્સેક્સ 32182ના સ્તર પર બંધ રહ્યું.

રૂપિયાની મજબૂત શરૂઆત
શરૂઆતના રૂપિયાએ પણ આ સપ્તાહમાં સૌથી તેજ શરૂઆત કરી હતી. ડોલરના મુકાબલે રૂપિયો 31 પૈસાની મજબૂતીની સાથે 64.95ના સ્તર પર ખૂલ્યો હતો. ગુરુવારે રૂપિયો 6 પૈસા વધીને 65.8ના સ્તર પર ખુલ્યો હતો.

આ કારોબારી સપ્તાહ રૂપિયા માટે કંઈ ખાસ રહ્યો ન હતો. આ સપ્તાહની શરૂઆત જ રૂપિયાએ નબળાઈ સાથે કરી હતી. તેના બાદ બુધવારે રૂપિયા વગર કોઈ બદલાવના 65થી વધુના સ્તર પર ખુલ્યો હતો.