લગ્ન બાદ બેડરૂમને આપો નવો આકર્ષક લુક - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • લગ્ન બાદ બેડરૂમને આપો નવો આકર્ષક લુક

લગ્ન બાદ બેડરૂમને આપો નવો આકર્ષક લુક

 | 3:39 am IST

હોમ ટિપ્સ

લગ્ન બાદ એક પુરુષના જીવનમાં ઘણા બદલાવ આવે છે, બેચલરમાંથી તેઓ મેરીડ બને એટલે તેમના બેડરૂમમાં ઘણો બદલાવ લાવવો પડે છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. ઘણા લોકો લગ્ન પહેલાં પોતાના બેડરૂમને રિનોવેટ કરતા હોય છે, અને ઘણા લોકો એમ વિચારે છે, ઘરમાં આવનાર પાત્ર આવે ત્યાર બાદ તે તેની પસંદ પ્રમાણે તેના બેડરૂમની સજાવટ કરશે. એટલે ઘણી વખત ફક્ત પુરુષોએ જ નહીં, પરંતુ લગ્ન બાદ પોતાના ઘરને કેવી રીતે ડેકોરેટ કરવું તે વિશે મહિલાઓએ પણ વિચારવું પડે છે. તો આવો જાણીએ લગ્ન બાદ બે.ડરૂમમાં શું જરૂરી છે, અને તેના દ્વારા સજાવટ કેવી રીતે કરવી.

  • બેડરૂમમાં કોઇ એક બેચલર છોકરો રહેતો હોય એટલે રૂમ અવ્યવસ્થિત હોય અથવા તો ફંકી લુકનો હોય છે, તેમાં ઈન્ટીરિયરની મદદથી સ્ટાઇલિશ બનાવો.
  • બેડરૂમમાં આકર્ષક કલરની પસંદગી કરો. જેમ કે, લાઇટ પિન્ક, ઓરેન્જ, યલો, ક્રીમ વગેરે જેવા કલરની પસંદગી કરો, તેની સાથે તમે વોલપેપર પણ લગાવી શકો છો.
  • બેડરૂમમાં વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ અને બાથરૂમ હોવું જ જોઇએ, જેથી તમારી પત્ની સરળતાથી તૈયાર થઇ શકે.
  • રૂમમાં ડબલ બેડ રાખો, તથા ડબલ બેડને રૂમમાં તે રીતે ગોઠવો કે બંને બાજુ હરવા ફરવાની જગ્યા રહે, તે રીતે બેડની ગોઠવણી કરો.
  • બેડની ઉપરની તરફ અથવા તો જે દીવાલ ખાલી હોય ત્યાં કપલ ફોટો ફ્રેમ કરીને લગાવો.