શું તમે લગ્ન સમયે સુંદર દેખાવવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • શું તમે લગ્ન સમયે સુંદર દેખાવવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ

શું તમે લગ્ન સમયે સુંદર દેખાવવા ઇચ્છો છો? તો ફોલો કરો આ ટિપ્સ

 | 9:00 am IST

દરેક છોકરીઓ બાળપણથી જ લગ્નના સપના જુએ છે. જો કે પોતાના લગ્ન સમયે દરેક છોકરીઓ સુંદર દેખાય તેવુ ઈચ્છતી હોય છે. પરંતુ મોટાભાગની છોકરીઓ લગ્નના સમયે પોતાના માટે સમય કાઢી શકતી નથી અને કેટલીક છોકરીઓ તણાવમાં આવી જાય છે, જે એમના ચહેરાની સુંદરતાને ઓછું કરી નાખે છે. પણ જો તમે ઇચ્છો છો કે, લગ્નના દિવસે તમે સૌથી વધારે સુંદર દેખાશો તો ફોલો કરો આ ટિપ્સ…

1. બોડી વોશ
સૌ પ્રથમ તમે તમારા ફેસ પ્રમાણે એક સારું બોડી વોશ ખરીદો. બોડી વોશ ખરીદતી વખતે ધ્યાન રાખો કે એમાં સાબુ ન હોય કારણકે સાબુથી ત્વચા સૂકી થઈ જાય છે.

2. સ્કિન પોલીશ
લગ્ન પહેલા સ્કિન પોલીશ જરૂર કરાવો. આવું કરવાથી સ્કિન સોફટ થશે.

3. ઓઇલ
લગ્નના 3 મહિના પહેલા તમે બોડી પર કોકોનટ ઓઇલ લગાવો, જેનાથી તમારી સ્કિન ડ્રાય નહિં થાય.

4. બોડી બટર
હંમેશા છોકરીઓ બોડી લોશનનો ઉપયોગ કરે છે. પણ જો તમે બોડી બટરનો ઉપયોગ કરશો તો તમારી ત્વચા વધારે લોન્ગ સમય સુધી હાઈટ્રેટ રહેશે અને ત્વચા પણ સ્વસ્થ રહેશે.

5. લિપ બામ
રાત્રે સૂતા પહેલા હોઠ પર લિપ બામ જરૂર લગાડો. એનાથી તમારા હોઠ સોફ્ટ થશે.

6. વધારે પાણી પીવું
લગ્નના સમયે ખૂબસૂરત દેખાવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીઓ. પૂરતી માત્રામાં પાણી ન પીવાથી ત્વચા સૂકી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન