સોખડા મંદિરમાં સાધુ-સાધ્વી દ્વારા લગ્ન કરાવી વિદેશ મોકલવાના કૌંભાડનો થયો પર્દાફાશ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • સોખડા મંદિરમાં સાધુ-સાધ્વી દ્વારા લગ્ન કરાવી વિદેશ મોકલવાના કૌંભાડનો થયો પર્દાફાશ

સોખડા મંદિરમાં સાધુ-સાધ્વી દ્વારા લગ્ન કરાવી વિદેશ મોકલવાના કૌંભાડનો થયો પર્દાફાશ

 | 11:26 am IST

સોખડા સ્વામીનારાયણ મંદિરના કેટલાક સાધ્વી અને સાધુઓ દ્વારા વિદેશવાચ્છું યુવતીઓના બોગસ રજિસ્ટર મેરેજ કરાવીને વિદેશ મોકલવાના બહાને લાખો રૃપિયા ખંખેરવામાં આવતો હોવાની ફરિયાદ પણ વર્ષ ૨૦૦૪માં કોર્ટમાં થઈ હતી. આ ફરિયાદ મુજબ, મહિલા સાધ્વી સહિતની ત્રિપુટીએ રાજમહેલ રોડની યુવતીના બોગસ લગ્ન કરાવીને કનેડાની જગ્યાએ વેસ્ટઇન્ડિઝ મોકલી દીધાં બાદ ત્યાંથી પરત બોલાવીને રૃ.૭.૫૦ લાખ પડાવી લીધા હતા.

યુવતીએ સાધ્વી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

વડોદરાના રાજમહેલ રોડ પર રહેતી એક યુવતીએએ સોખડા સ્વામીનારાયણ મંદિરના સાધ્વી પ્રેમબેન, સેક્રેટરી જયંત દવે અને તેમની પત્ની જ્યોત્સનાબેન દવેની વિરુદ્ધ વર્ષ ૨૦૦૪માં કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષોથી અમે સોખડા સ્વામીનારાયણ મંદિર સાથે સંકળાયેલાં છે, જેથી મંદિરના અગ્રણી સાધ્વી પ્રેમબેન સાથે મારો સંપર્ક થતાં તેમણે મને કહ્યું કે, તને વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા છે? આપણી સંસ્થામાંથી ઘણી બહેનોને ગુરૃ સ્વામી હરિપ્રસાદજીના માર્ગદર્શન હેઠળ વિદેશમાં મોકલી સ્થાયી કરી છે. જેથી તેમની વાતોમાં આવી મેં વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કેનેડા નોકરી આપવાની લાલચ

સાધ્વી પ્રેમબેને હું તને કનેડામાં સ્થાયી કરીશ, ત્યાં તને નોકરી પણ અપાવીશ, તેમ કહી રૃ. ૬ લાખ માગ્યા હતા. જેથી મેં તેમને ટુકડે-ટુકડે રૃપિયા આપતાં જયંત દવે અને જ્યોત્સના દવે સાથે મારો પરિચય કરાવ્યો હતો. આ દંપતીએ કહ્યું કે, આપણી સંસ્થાના અસંખ્ય સત્સંગીઓને અમે સાધુ – સાધ્વીઓના વેશમાં પરદેશ મોકલ્યા છે, જ્યાં તેઓ લીલા લહેર કરે છે. ત્યારબાદ સાધ્વી પ્રેમબને જણાવ્યું કે, એક સત્સંગી યજ્ઞોશ સાથે તમારા લગ્ન રજીસ્ટર્ડ કરાવવા પડશે, લગ્નની વીધિ થઈ છે, તેવું દર્શાવવા ફોટોગ્રાફ્સની પણ જરૃર પડશે, તમને વિદેશમાં નોકરી અપાવી સ્થાયી થાવ તે પછી તમારું લગ્ન રદ કરી દેવાશે, અમારે ત્યાંથી જેને વિદેશ જવું હોય તેને દેખાવ પુરતી આ વીધિ કરવી પડે છે.

પરિવારની જાણ વગર યુવતીને દુલ્હનની જેમ તૈયાર કરી

આ વીધિ કરતી વખતે તમારા સમાજના કે કુટુંબના કોઈ વ્યક્તિને હાજર રાખશો નહીં, બધી જ તૈયારી અમે કરીશું. સાધ્વી પ્રેમબેને અન્ય બે સાધ્વીઓને મારી સાથે રાખી મને દુલ્હનની જેમ તૈયાર કરી યજ્ઞોશ સાથે લગ્ન થઈ રહ્યાં છે, તેવી તસવીરો લીધી હતી. કાર્યક્રમ પુરો થયાં બાદ અમને હરિધામ સોખડા ખાતે લઈ જવાયા હતા. જ્યાં દર-દાગીના અને વસ્ત્રો જયંત દવેએ લઈ લીધા હતા. ત્યારબાદ તમારી ટિકિટો આવી ગઈ છે, તમે કેનેડા પહોંચી જજો, પરંતુ તમારા નોકરીના ઇન્ટરવ્યું વેસ્ટઇન્ડિઝમાં રાખ્યા છે, ઊતારાની વ્યવસ્થા વેસ્ટઇન્ડિઝના જમૈકા સિટીમાં છે, ત્યાંથી તમને હરી ભક્તો કેનેડા લઈને જશે. તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ બપોરે ૨ વાગ્યે વેસ્ટઇન્ડિઝ પહોંચ્યા હતા, પરંતુ આખો દિવસ કોઈ ઇન્ટરવ્યું લેવા આવ્યું નહતું. ત્યારબાદ સાધ્વી પ્રેમબેને કહ્યું કે, સ્વામીજીની સૂચના મુજબ, તમારી કેનેડામાં નોકરી અને વિદેશમાં સ્થાયી થવાની તમામ વ્યવસ્થા સોખડામાં રહીને કરી દીધી છે, તમને જે રિટર્ન ટિકિટ આપવામાં આવી છે, તે મુજબ ભારત પાછા આવી જાઓ, જેથી અમે તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ વેસ્ટઇન્ડિઝથી નીકળ્યાં હતા અને બે દિવસ બાદ મુંબઈ પહોંચ્યા હતા. તે પછી મેડિકલ કરાવાના બહાને મારી પાસેથી વધુ દોઢ લાખ રૃપિયા લીધા હતા, પરંતુ કેનેડા મોકલ્યા ન હતા. બીજી તરફ સપ્ટેમ્બર, ૨૦૦૨માં યજ્ઞોશ યુએઈ જતો રહ્યો હતો.

કબુતરબાજીનો શિકાર બનેલી યુવતીએ તે વખતે વડોદરા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે કોર્ટમાં ધા નાખી હતી. લગભગ છ મહિના સુધી કેસ ચાલ્યાં બાદ પ્રેમબેન, જયંત દવે અને જ્યોત્સના દવેએ પૈસા પાછા આપી સમાધાન કરી લીધું હતું.

યુવતીએ હરિપ્રસાદ સ્વામીને પત્ર, કેટલીય સાધ્વી બહેનો પ્રેગ્નેટ થઈ

હે સ્વામીજી તમે આવા કેવા નિદર્ય ! બ્રહ્મસ્વરૃપ યોગી મહારાજ તો આવા ન હતા, એ તો દયાની મૂર્તિ હતા, ભક્તોના દુઃખે દુઃખી થતાં હતા. સ્વામી તમે મને પૂછો સુહદબેન (પ્રેમબેન)નાં વર્તનનો મને અનુભવ છે. હું છોકરો હોત તો તેમની સાથેની સઘળી આપવિતી કહી શકત, હું તમને ભગવાન માનું છું, તમારાં પછી સુહદબેનને હું ભગવાન માનતી હતી, પરંતુ મારી જિંદગી બગાડી નાખી, મારાં રૃ.૭.૫૦ લાખ આટલાં વર્ષોથી તેમની પાસે છે, તમને મેં ગુરૃ માન્યા, બાપ માન્યા તેનો તમે મને આ બદલો આપો છો, કોઈ વાંધો નહીં. સ્વામીજી તમે અને તમારો સત્સંગ સમાજ મને સાથ નહીં આપે તો કાંઈ નહીં, અમે હજૂ પણ તમને છોડયાં નથી, તમારી પુજા માળા તો કરીએ છે, હું અને અમારું ઘર પણ તમારાં સત્સંગી છીએ, તો કેમ મારી સાથે અન્યાય કરી રહ્યાં છો. મારી નાની ભુલ હોય તે ભુલ અને સાધુ બહેનો ભગવા કપડાં પહેરીને ભુલો કરે તે લીલા કહેવાય? મને બધું જ ખબર છે કે, કેટલીય સાધ્વી બહેનો પ્રેગ્નેટ થયાં છે, તે કેવી રીતે થાય? તે વાત કેવી રીતે કોણ પતાવે છે, તે બધી જ મને ખબર છે. સ્વામીજી આ તે કેવું અંધેર છે, તમને હું ભગવાન, મારાં ગુરૃ, મારાં બાપ માનું છું, સ્વામીજી ગુનેગાર નાનો હોય, સાધુ કે ગૃહસ્થ હોય તેને સજા થવી જોઈએ, નહીં તો ગુના વધતાં જશે અને કેટલાયને આ છેતરશે અને તમારે બધાને છુપાવવા પડશે. હું પણ છેતરાઈ ગઈ છું.